યૂપીના સીએમ યોગી આદિત્યનાથ ગુજરાત મુલાકાતે નહીં આવે

1364
gandhi1452017-4.jpg

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હરિધામ સોખડા મંદિરના સર્વેસર્વા હરિપ્રસાદના ૮૪મા જન્મદિવસ નિમિત્તે યોજાનારા યુવા મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવવાના હતા, પરંતુ હવે અનિવાર્ય સંજોગોના કારણે યોગી આદિત્યનાથ આવવના નથી તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે.
ઉલ્લેખનીય છે કે આગમી ૧૪મી મે ના રોજ હરિધામ સોખડાના હરિપ્રસાદના ૮૪માં જન્મ દિવસ નિમિતે, નેશનલ હાઇવે ખાતે ગોલ્ડન ચોકડી નજીક યોગી ડીવાઇન સોસાયટી દ્વારા હરિપ્રસાદના જન્મ દિવસ નિમીતે યુવા મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અઢીથી ૩ લાખ હરિભક્તો મહોત્સવમાં હાજરી આપશે તેવો દાવો કરાયો છે. જેની તાડમાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.
થોડાંક દિવસ પહેલાં જ હરિધામ સોખડાના સંતો દ્વારા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મહોત્સવમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતુ અને યોગીએ હરિપ્રસાદને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે મહોત્સવમાં હાજરી આપવાની ખાતરી પણ આપી હતી. જોકે અચાનક જ યોગીએ કાર્યક્રમમાં આવવાની ના પાડી દેતાં ઘણા તર્ક-વિર્તકો સર્જાયા છે.

Previous articleસ્વચ્છ શહેરમાં ૩૩મો ક્રમ છતાં તંત્રએ ઉત્સવનું આંધણ કર્યું…!!
Next articleગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદે વિષ્ણુભાઇ પંડયાની નિમણૂંક કરાઈ