ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન

744
bvn1892017-6.jpg

સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતના આંગણે વિશ્વસ્તરીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન આગામી વર્ષ ર૦૧૮ના જાન્યુઆરી માસની તા.પ થી ૭ દરમ્યાન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં મોટા મધ્યમ તથા લઘુ કદના ઉદ્યોગોનું આંતરિક તથા વૈશ્વિક જોડાણ ૧૦ હજાર ઉદ્યોગપતિઓની એક સમિતિની રચના કરી ઔદ્યોગિક ડેવલોપમેન્ટને વેગવંતુ બનાવવા સાથે શૈક્ષણિક ક્ષેત્રે જાગૃતિ આવે અને રાજ્યના શિક્ષિત બેરોજગારોને સન્માનપૂર્વક ઘરઆંગણે રોજગારી અર્થે વિપુલ તકો ઉપલબ્ધ થાય તેવા હેતુસર ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આગામી તા.પ, ૬, ૭-ર૦૧૮ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પ્રારંભ કરાશે. ર૦૧૮થી પ્રારંભ થનાર બિઝનેસ સમિટ દર વર્ષે યોજાશે. છેક ર૦૧૭ સુધી યોજાશે આ સમિટ અંગે ગગજીભાઈ સુતરીયાએ જણાવ્યું હતું કે, દર વર્ષે રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા મોટી માત્રામાં વધી રહી છે. આથી નવયુવાનોનું સમયાંતરે અટકે અને રાજ્યનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા હેતુસર આ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Previous articleબંદર રોડ પર સાયકલ સવારને ટ્રક ચાલકે અડફેટે લેતા ગંભીર
Next articleગંગાજળીયા તળાવ પાસે પાનની દુકાનમાંથી માલ-સામાનની ચોરી