રિષભ પંતના બચાવમાં આવ્યો યુવરાજ, કહ્યુંઃ વધુ દબાવ બનાવશો તો નુકસાન થશે

546

ભારતીય ટીમના પૂર્વ વિસ્ફોટક બેટ્‌સમેન યુવરાજ સિંહે નવોદિત ખેલાડી રિષભ પંતની સતત ટીકા વચ્ચે તેને ટેકો આપ્યો છે. યુવરાજે જણાવ્યું કે પંતને કેપ્ટન વિરાટ કોહલી અથવા જે તેની મનોસ્થિતિને સમજી શકે તેના માર્ગદર્શનની સખત જરૂર છે.

યુવરાજના મતે પંત ટીકાને યોગ્ય નથી અને તેને કેપ્ટન કોહલી તેમજ કોચ રવિ શાસ્ત્રીના માર્ગદર્શનની જરૂર છે જેથી તે આ સ્થિતિમાંથી બહાર આવી શકે. વિકેટકીપર બેટ્‌સમેન રિષભ પંતને ભારતીય ટીમમાં સ્થાન મળ્યા બાદ તે ખરાબ શોટ્‌સ દ્વારા વિકેટ ફેંકી દેતો હોવાથી તેની ચોતરફ ટીકા થઈ રહી છે.

‘મને ખરેખર ખ્યાલ નથી તેની (રિષભ) સાથે શું થઈ રહ્યું છે. તે ઘણી ટીકાનો ભોગ બની રહ્યો છે જેની જરૂર નથી. તેની ક્ષમતાને શ્રેષ્ઠ રીતે બહાર લાવનાર વ્યક્તિની તાતી જરૂર છે,’ તેમ યુવરાજે એક સ્પોટ્‌ર્સ કાર્યક્રમમાં જણાવ્યું હતું.

યુવરાજે પૂર્વ કોચ ગેરી કર્સ્ટન તેમજ પેડી ઉપટોનન ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ લોકો ભારતીય ટીમ સાથે જોડાયા તે પૂર્વે કોઈએ ખેલાડીઓના માનસિક દ્રષ્ટિકોણ વિશે વાત જ કરી નહતી. પંતના પાત્રને સમજીને તેની સાથે સંવાદ કરી તેનું શ્રેષ્ઠ પ્રદર્શન બહાર લાવી શકાય છે.

Previous articleબોક્સરે એવો મુક્કો માર્યો કે બીજો ત્યાં જ મરી ગયો
Next articleમેસીએ છઠ્ઠી વાર ’બેસ્ટ મેન્સ પ્લેયર ઓફ ધ યર’નો એવોર્ડ જીત્યો