ફેસબુક પર મહિલાઓ પાસે બિભત્સ માંગણી કરતો યુવક ઝડપાયો

435

ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી યુવતી સાથે વાતચીત કરી તેણીના બીભત્સ ફોટાની માંગણી કરતા એક ઈસમને સુરતની સાયબર સેલે ઝડપી પાડ્યો હતો. આરોપી યુવતી ફોટો ન આપે તો તેણીનો બીભત્સ ફોટો બનાવી વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો.

સુરતની સાયબર સેલે બાતમીના આધારે નૈનેશ ઉર્ફે નનનું કિશોર પટેલને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ કરતા આરોપીએ દોઢ વર્ષ અગાઉ અલગ અલગ છોકરીઓના નામે ફેક એકાઉન્ટ બનાવ્યું હતું.નૈનેશ એકાઉન્ટમાં અલગ અલગ છોકરીઓના ફોટોગ્રાફ અપલોડ કરી તેમજ પ્રોફાઈલ પિક્ચરમાં મૂકી યુવતીઓ સાથે વાતચીત કરતો હતો અને યુવતીઓ પાસે બીભત્સ ફોટાની માંગણીઓ કરતો હતો અને જો યુવતી ફોટો આપવાની ના પાડે તો બીભત્સ ફોટો વાયરલ કરવાની ધમકીઓ આપતો હતો. આખરે પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleબે દિવસની અભૂતપૂર્વ તેજી બાદ શેરબજારમાં આંશિક સુધાર થયો
Next articleસિંગલ યુઝ પ્લાસ્ટિક સામે પાલિકાની ઝુંબેશ, ૫૦ કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત