વડોદરાના જુનાપાદર રોડ વિસતારના એક ડુપ્લેક્ષમાં કુટણખાનુ ચાલી રહ્યું હોવાની વિગતોને પગલે જે.પી.રોડ પોલીસે છાપો મારી નેપાળથી લવાયેલી બે યુવતી અને એક દલાલને ઝડપી પાડ્યા હતા.
પ્રમુખસ્વામી ડુપ્લેક્ષમાં મકાન ભાડે રાખનાર નીતા ઉર્ફે ઉદેસિંહ ગોહિલ તેમજ ગોરવાના અંકુર એપાર્ટમેન્ટમાં રહેતો ભાવેશ મુકેશભાઈ ઠક્કર બહારથી યુવતીઓ લાવીને દેહવિક્રયનો ધંધો કરતા હોવાની વિગતોને પગલે જે.પી.રોડના પી.આઈ એન એમ બ્રહ્મભટ્ટની સુચના મુજબ સ્ટાફે ગઇ મોડી સાંજે એક બોગસ ગ્રાહક મોકલી છટકું ગોઠવ્યું હતું.
પોલીસે બે નેપાળી યુવતીઓ તેમજ દલાલ ભાવેશની અટકાયત કરી હતી જ્યારે નીતા ઉર્ફે નીતુ ની શોધખોળ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં નેપાળી યુવતીઓનો ગ્રાહક દીઠ રૂપિયા ૨૫૦૦ થી ૩૦૦૦માં સોદો નક્કી કરવામાં આવતો હતો અને તેમાં યુવતીને અડધી રકમ ચૂકવવામાં આવતી હોવાની વિગત જાણવા મળી છે. પોલીસે મકાન માલિકની પણ તપાસ હાથ ધરી છે.