તંત્રનો યુ-ટર્ન..!! સુરત મોડર્ન રેલવે સ્ટેશનના પ્રોજેક્ટને પડતો મૂકાયો

377

કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી સુરત મોડર્ન રેલવે સ્ટેશનના પ્રોજેક્ટને અનેક અડચણો વચ્ચે આખરે પડતો મૂકી દેવાયો છે. મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ સાથે સાકાર થનારા ૧૦૦૦ કરોડથી વધુનો પ્રોજેક્ટ બનાવવા એકપણ કંપની તૈયાર નહીં થતાં આખરે પ્રોજેક્ટ પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારે દીવાસ્વપ્ન સમા મોડર્ન રેલવે સ્ટેશનના પ્રોજેક્ટની મોટા ઉપાડે ૨૦૧૫-૧૬માં જાહેરાત કરી દીધી હતી. પરંતુ ખૂબ ઊંચી પ્રોજેક્ટ કોસ્ટ ધરાવતા મોડર્ન સ્ટેશનના પ્રોજેક્ટને વાસ્તવિક સ્વરૃપ આપવા એકપણ કંપની મેદાનમાં નહીં આવતા સરકાર અને તંત્રે પ્રોજેક્ટને પડતો મૂકવા નિર્ણય લીધો છે.

પાંચ વર્ષ સુધી સુરતીઓને હથેળીમાં ચાંદ બતાવ્યા બાદ સરકાર અને રેલવેતંત્રે યુ-ટર્ન લેવાની નોબત આવી છે. વર્ષ ૨૦૧૫-૧૬માં સુરતનું મોડલ સ્ટેશન બનાવવા સરકારે જાહેરાત કરી હતી. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરી વચ્ચે સુરતનું મોડર્ન રેલવે સ્ટેશન બનાવવાની જાહેરાત કરાઇ હતી. એટલું જ નહીં મોડર્ન રેલવે સ્ટેશનના મોડેલને નિહાળવા સ્ટેશન પર મહિનાઓ સુધી મોડેલને મૂકી રાખવામાં આવ્યું હતું. ઉપરાંત વખતોવખત રેલવે સ્ટેશનની ડિઝાઇન બદલવામાં આવી હતી. આ સાથે જ ૬૧ માળની પાંચ બિલ્ડિંગને બદલે પાછળથી ૩૨ માળના ચાર ટાવર બનાવવા નિર્ણય લેવામાં આવ્યો હતો.

Previous article૮૭ વર્ષના વૃદ્ધને ઘરમાં બંધક બનાવી ૩ લૂંટારૂઓએ ૧૦ લાખની લૂંટ મચાવી
Next articleઅલ્પેશ ઠાકોરને આગામી ૧૫ તારીખે કોર્ટમાં હાજર રહેવા ફરમાન