ટ્રાફિક વોર્ડનનો વૃદ્ધને માર મારતો વીડિયો વાયરલ થતા લોકોમાં રોષ

455

રાજકોટ શહેરનાં લીમડાચોકમાં ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક વોર્ડન વૃદ્ધને માર મારતો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. વૃદ્ધ અને ટ્રાફિક વોર્ડન વચ્ચે કોઈ મામલે બોલાચાલી થઈ હતી. જે દરમિયાન ટ્રાફિક વોર્ડને વૃદ્ધને લાફો ઝીંકી દીધો હતો. જેને લઈને મામલો વધુ ઉગ્ર બન્યો હતો. ટ્રાફિક વોર્ડન બાદ ટ્રાફિક પોલીસે પણ વૃદ્ધને મારમારવાની કોશીષ કરી હતી અને વૃદ્ધનો કાંઠલો પકડ્યો હતો. જે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.આ વીડિયો કોંગ્રેસનાં કાર્યકર્તા દ્વારા બનાવવમાં આવ્યો હોવાનું સામ આવ્યું છે. હાલ મારામારીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. તેમજ આ મામલે ટ્રાફિક એસપીએ તપાસના આદેશ આપ્યા છે. તપાસ દરમિયાન ટ્રાફિક કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ અને ટ્રાફિક વોડર્ન શક્તિસિંહ હોવાનું સામે આવ્યું છે.

જો કે સમગ્ર ઘટનાની જાણ ઈન્ચાર્જ ટ્રાફિક એસપી એસ.ડી.પટેલને થતાં તેઓએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. શા માટે મારામારી કરવાની ફરજ પડી તે અંગે હાલ તેઓ તપાસ કરી રહ્યાં છે. ઈન્ચાર્જ એસપીના જણાવ્યા અનુસાર જો ટ્રાફિક પોલીસ કે ટ્રાફિક વોર્ડન દોષિત જણાશે તો તેને દંડ કરવામાં આવશે.

Previous articleઅલ્પેશ ઠાકોરને આગામી ૧૫ તારીખે કોર્ટમાં હાજર રહેવા ફરમાન
Next article‘અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં હતો એટલે રાધનપુરમાં જીત્યો, હવે તેને જાકારો મળશે’