એએમસીને ચોમાસાના ખાડા રૂ.૩ કરોડમાં પડ્યા, ૧૫૫૩૦૩ પર ફરીયાદ કરી શકાશે

401

અમદાવાદ શહેરમાં ચાલુ ચોમાસા દરમ્યાન પડેલા વરસાદ અને ખોદકામને કારણે ઠેર ઠેર પડેલા ખાડાઓને મ્યુનિસિપલ તંત્રએ રૂપિયા ૩ કરોડના ખર્ચે પૂર્યા છે. કોર્પોરેશને ૧૦ દિવસમાં ૧.૩૭ લાખ ચોરસમીટર જેટલા અંતરમાં ૧ લાખ ૪૩ હજાર ૧૬ જેટલું પેચવર્ક કર્યું છે. યુદ્ધના ધોરણે ૧૦ દિવસમાં કામગીરી કરવામા આવી છે. જો કોઈપણ નાગરિકને ખાડા અંગે ફરિયાદ હોય તો કોર્પોરેશનના નંબર ૧૫૫૩૦૩ પર ફરિયાદ કરી શકે છે, જેનો ૨૪ કલાકમાં નિકાલ કરવામાં આવશે. જો કે હજી કેટલાક રોડના ખાડા પુરવાના બાકી છે જે ત્રણ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે. દર વર્ષે પોટ હોલ્સની પરંપરાગત ભઠ્ઠીથી પેચવર્કની કામગીરી કરવામાં આવતી હતી. આ વર્ષથી અત્યાધુનિક પેચિંગ મશીન, માઈક્રો રિસરફેસર મશીનનો ઉપયોગ કરી કામગીરી કરવામાં આવી છે. ૩ કરોડના ખર્ચે ૧૧૦૦૦ હોટમિક્સ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Previous article‘અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં હતો એટલે રાધનપુરમાં જીત્યો, હવે તેને જાકારો મળશે’
Next articleચોર સમજી ટોળાએ અજાણી વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો, ત્રણની ધરપકડ