એસ.પી. ભાવનગર પી.એલ.માલ દ્વારા ટ્રાફિક શાખાને સૂચના આપવામાં આવેલ કે જે વાહનોમાં પરમીટ કરતા વધુ બાળકો બેસાડીને તેમજ દફતરો વાહનની બહાર લટકાવે અને વાહનમાં સેફ્ટીના સાધનો વગર શાળાએ લેવા-મુકવા જતા વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના આપેલ, જે સૂચના અન્વયે ટ્રાફિક શાખાના પો.સબ.ઈન્સ. દ્વારા સવારે ૬ઃ૩૦ થી ૯ઃ૩૦ વાગ્યા સુધી ભાવનગર સિટીની અલગ અલગ શાળાઓમાં ટ્રાફિક પોલીસની વિવિધ ટિમો ને મોકલવામાં આવેલ. જે ટીમ દ્વારા શાળાઓ માં આવતા વાહન ચાલકો પાસે થી વાહનની આર.સી.બુક, ડ્રાઇવિંગ લાયસન્સ, વીમો તેમજ પરમીટ ની ચેકીંગ કરવામાં આવેલ. તેમજ પરમીટ કરતા વધુ બાળકો જે વાહનોમાં બેસાડેલ હોઈ તેવા વાહનો જેમાં પીએગો રીક્ષા, ટાટા મેજીક, મારુતિ વેન અને મારુતિ ઈકો જેવા વાહનો ના ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.અને કુલ રૂ.૪૦,૦૦૦/- જેટલો દંડ વસુલ કરવામાં આવેલ અને ૨૩ જેટલા વાહનો જેમાં પીએગો રીક્ષા, ટાટા મેજીક, મારુતિ વેન અને મારુતિ ઈકો જેવા વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા. તેમજ સગીર વય ના બાળકો જે ડ્રાઈવીંગ લાયસન્સ વગર ડ્રાઈવીંગ કરતા હતા. તેઓની પાસે થી બાઇક ડિટેન કરવામાં આવેલ અને તેવા બાળકોના વાલીઓને ટ્રાફિક ઓફીસ બોલાવીને બાળકો ને યોગ્ય ઉંમરે જ વાહન ડ્રાઈવ કરવા સમજ આપવામાં આવેલ અને સગીર વયના ચાલકો માટે તે વાહન પોલીસ જાપ્તા માંથી મુક્ત માટે તેમના વાલી સાથે કોર્ટમાં જવા જણાવ્યું હતું. અને આ કાર્યવાહી આગામી દિવસોમાં શાળા શરૂ અને છૂટવાના સમયે કરવામાં આવશે.