અયોધ્યા કેસ : મંદિર તોડીને બાબરી મસ્જિદ બની ન હતી

445

અયોધ્યા મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં આજે મુસ્લિમ પક્ષ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે, મંદિર તોડીને નહીં બલ્કે ખાલી જગ્યા પર બાબરી મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અયોધ્યા મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષે દાવો કર્યો હતો કે, બાબરે મસ્જિદનું નિર્માણ મંદિર તોડીને કરાવ્યું ન હતું. મુસ્લિમ પક્ષના વકીલ જફરયાદ જિલાનીએ કહ્યું હતું કે, મસ્જિદનું નિર્માણ અયોધ્યામાં ખાલી જગ્યા પર કરવામાં આવ્યું હતું. મુસ્લિમ પક્ષના વકીલે એણ પણ કહ્યું હતું કે, કોઇપણ પ્રકારની આ મામલામાં દુવિધા રહેલી નથી. જ્યારે બંધારણીય બેંચમાં સામેલ જસ્ટિસ બોબડે દ્વારા બાબરે મસ્જિદ બનાવી હતી ત્યારે મંદિર તોડીને બનાવી હતી કે ખાલી જગ્યા પર બનાવી હતી તેવો પ્રશ્ન કરતા જિલાનીએ જવાબમાં કહ્યું હતું કે, મસ્જિદનું નિર્માણ કોઇ મંદિરને તોડીને કરવામાં આવ્યું ન હતું. આ પહેલા સોમવારના દિવસે કેસની સુનાવણી દરમિયાન બેંચમા સામેલ રહેલા જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે, અયોધ્યાના મામલામાં હિન્દુઓની આસ્થા પર સવાલ કઇરીતે ઉઠાવી શકાય છે. આ ખુબજ મુશ્કેલ બાબત છે. એક મુસ્લિમ સાક્ષીનું નિવેદન છે કે, હિન્દુઓ માટે અયોધ્યા એવા સ્થળ તરીકે છે જેમ મુસ્લિમો માટે મક્કાનું સ્થળ છે.

સુપ્રીમ કોર્ટમાં તર્કદાર દલીલોનો દોર હાલમાં ચાલી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ મામલામાં નિયમિતપણે સુનાવણી ચાલી રહી છે. મધ્યસ્થી માટેની પ્રક્રિયા ફ્લોપ રહ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં દરરોજના આધારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મધ્યસ્થી કરનાર લોકોને પહેલા અયોધ્યા વિવાદને ઉકેલવા માટે તક આપવામાં આવી હતી. આ પેનલને વધુ સમય પણ આપવામાં આવ્યો હતો પરંતુ આને સફળતા ન મળતા અંતે સુપ્રીમ કોર્ટે નિયમિત સુનાવણી હાથ ધરી હતી.

મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું હતું કે, અમે ભગવાન રામનું સન્માન કરીએ છીએ. જન્મ સ્થળનું સન્માન કરીએ છીએ. જો આ દેશમાં ભગવાન રામ અને અલ્લાહનું સન્માન થશે નહીં તો દેશ ખતમ થઇ જશે. ભારત એકતામાં અખંડતામાં માનનાર દેશ છે. દુનિયામાં કોઇપણ દેશમાં આટલી વિવિધતા રહેલી નથી. સુપ્રીમ કોર્ટમાં બંધારણીય બેંચમાં સુનાવણી ચાલી રહી છે. જાણકાર લોકોના કહેવા મુજબ નવેમ્બર સુધીમાં અયોધ્યા મામલામાં ચુકાદો આવી શકે છે. કારણ કે ચીફ જસ્ટિસ ગોગોઇ હવે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. નિવૃત્તિ પહેલા આ વિવાદનો ઉકેલ લાવવાની યોજના તૈયાર થઇ રહી છે. મુસ્લિમ પક્ષ તરફથી આજે ધારદાર દલીલો કરવામાં આવી હતી. હિન્દુ પક્ષ અને અન્ય સંબંધિતો તરફથી પોતપોતાની રજૂઆતો કરવામાં આવી ચુકી છે. રજૂઆતની પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ ક્રોસ દલીલો ચાલશે. ત્યારબાદ ચુકાદો લખવામાં સુપ્રીમ કોર્ટને સમયની જરૂર રહેશે.

Previous articleપગમાં ગાંઠનું ઓપરેશન કરાવતાં સરિતા ગાયકવાડ વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી બહાર
Next articleશરદ પવાર, ભત્રીજા અજીત પવાર સામે કેસ દાખલ થયો