મહારાષ્ટ્રમાં ૨૧મી ઓક્ટોબરના દિવસે વિધાનસભાની ચૂંટણી યોજાય તે પહેલા જોરદાર રાજકીય ભૂકંપની સ્થિતિ સર્જાઈ ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા એનસીપીના પ્રમુખ શરદ પવાર, તેમના ભત્રીજા અજીત પવાર અને અન્ય કેટલાક રાજકારણીઓ અને અધિકારીઓ સામે મની લોન્ડરિંગ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ૨૫૦૦૦ કરોડ રૂપિયાની કિંમતના મહારાષ્ટ્ર રાજ્ય કો-ઓપરેટિવ બેંક કૌભાંડના સંદર્ભમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. શરદ પવાર એમએસસીબી કૌભાંડમાં આરોપોનો સામનો કરી શકે છે તેવા અહેવાલ અગાઉ આવ્યા હતા. મુંબઈ હાઈકોર્ટ દ્વારા ગયા મહિને ચુકાદો આવ્યા બાદ આને લઇને ચર્ચાઓનો દોર ચાલી રહ્યો હતો. આ સમગ્ર મામલામાં તપાસ કરવા અને પવાર થતા અન્યો સામે કેસ દાખલ કરવા અને તપાસ કરવા મુંબઈ પોલીસને મુંબઈ હાઈકોર્ટે સૂચના આપ્યા બાદ આ મામલો સપાટી ઉપર આવ્યો છે. મુંબઈ હાઈકોર્ટે નોંધ લીધા બાદ ચર્ચાનો દોર હતો. ગયા ઓગસ્ટ મહિનામાં એફઆઈઆર દાખલ કરાયા બાદ આજે ઇડીએ કેસ દાખલ કર્યો હતો. મુંબઈ આધારિત કાર્યર સુનીલ અરોરાએ મુંબઈ હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને આ કેસમાં તપાસ કરવા માટેની માંગ કરી હતી.
આ મહિનાની શરૂઆતમાં અજીત પવાર અને અન્યોએ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરીને કાર્યવાહીને રદ કરવાની રજૂઆત કરી હતી પરંતુ જસ્ટિસ અરુણ મિશ્રા અને એમઆર શાહ દ્વારા અરજીને ફગાવી દેવામાં આવી હતી. સાથે સાથે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરવા માટે કહ્યું હતું. ઇડીએ કહ્યું છે કે, કો-ઓપરેટિવ ખાંડ ફેક્ટ્રીઓને આપવામાં આવેલી લોનમાં વ્યાપક ગેરરીતિઓ થઇ ચુકી છે. અન્યો પણ આમા જોડાયેલા છે.