પીએનઆર સોસા. દ્વારા નેશનલ કોન્ફરન્સ ઓન ઈન્ક્યુઝન સ્ટ્રેટજીસ ટુ એચીવ ઈન્કલુઝીવ

671
bvn1032018-11.jpg

પીએનઆર સોસાયટી ભાવનગરમાં સેરીબ્રલ પાલ્સી બાળકો માટે નિદાન તપાસ અને શિક્ષણ સારવારની સેવાઓ ૧પ વર્ષથી ચાલી રહી છે. પરંતુ તાલીમ પામેલ લાભાર્થીઓને સમાજમાં તાલીમ, શિક્ષણ અને પુનઃ સ્થાપનની સેવાઓમાં સમાવેશ કરવામાં પડતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, નેશનલ કોન્ફરન્સ ઓન સ્ટ્રેટજીસ ટુ એચીવ ઈન્ક્લુઝનની જરૂરીયાત ઉભી થઈ. આ કોન્ફરન્સના માધ્યમથી ભાવનગર અને ગુજરાતના દિવ્યાંગોને સમાજની મુખ્ય ધારામાં સમાવેશ કરવા માટે વહેલા સર નિદાન, સારવાર, વિશિષ્ટ સમાવેશી શિક્ષણ અને પુનઃ સ્થાપનની પર્યાપ્ત સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે કલકત્તા, ચેન્નઈ, ચંદીગઢ, અમદાવાદ, દિલ્હી, મુંબઈના અનુભવી તજજ્ઞો, ઈન્કલુઝીવ એજ્યુકેશન અને ઈન્ક્લુઝન વિષય પર પોતાની સ્ટ્રેટઝીસ ચર્ચા, પ્રેઝન્ટેશન, ડિબેટ, પોસ્ટર પ્રેઝન્ટેશન, પેપર પ્રેઝન્ટેશનના માધ્યમથી આપશે. આ કોન્ફરન્સમાં ૧પ૦ રીહેબિલિટેશન પ્રોફેશનલ્સ (વિશિષ્ટ શિક્ષકો) ઉપરાંત દિવ્યાંગ વિદ્યાર્થીઓ, વાલીઓ, નિમંત્રિતો બહોળી સંખ્યામાં લાભ લેશે. જેઓ ગુજરાત તેમજ ગુજરાતના પાડોશી રાજ્યોમાંથી ખાસ આ વિષયને સમજવા અને નવી માહિતી પ્રાપ્ત કરવા આવનાર છે તેમ આજે પત્રકાર પરિષદમાં જણાવાયું હતું.

Previous articleટ્રાફીક શાખા દ્વારા શાળાએ લેવા મુકવા જતાં વાહનોને ડીટેઈન કર્યા
Next articleરંઘોળા દુર્ઘટનામાં ૩૬ લોકોના ભોગ લેનાર ડ્રાઈવર ઝડપાયો