નાના અને લઘુ ઉદ્યોગોને એનપીએ જાહેર નહિ કરાયઃ રૂપાણી

452

ગાંધીનગર નજીક આવેલા કોબા ખાતેના ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેઓએ તાજેતરમાં જ કેન્દ્રની મોદી સરકાર દ્વારા જે કોઈ મોટા નિર્ણયો લેવાયા તેની સરાહના કરી હતી તેમજ આ નિર્ણયોને યોગ્ય ગણાવ્યા છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામન દ્વારા જે જાહેરાતો કરાય તેને કારણે દેશને ઘણો ફાયદો થશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું આવ્યું હતું કે આ વર્ષે દેશમાં ચોમાસુ પણ સારું થયું છે. સરકાર હાલમાં ઉત્પાદન અને કન્સ્ટ્રકશન ટ્રેક્ટર પર વધુ ધ્યાન આપી રહી છે. ભારતના અર્થતંત્રને બુસ્ટ મળે અને બજારમાં રૂપિયો ફરતો થાય તે માટે કેન્દ્ર સરકારે અનેક નિર્ણયો કર્યા છે.

બીજી બાજુ અમેરિકા અને ચાઇનાના ટ્રેડ વોરનો સીધો ફાયદો ભારતને થશે ભારતમાં રોકાણ કરનારા ઉદ્યોગોને તમામ વ્યવસ્થા મળે તે માટે સરકાર કટિબદ્ધ છે. ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ઉદ્યોગપતિઓ માટે બેસ્ટ રહે તેઓ કરાશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે શેરબજારે દેશનું આશિક બેરોમીટર છે. તાજેતરમાં જ નાણામંત્રીએ જે જાહેરાતો કરી છે તેને કારણે શેરબજારમાં ૩૦૦૦ પોઈન્ટનો ઉછાળો આવ્યો છે. આમ કેન્દ્ર સરકારે સાચી દિશામાં પગલાં લીધા છે. હાલના ઉદ્યોગોને ટેક્સ માં ૯ ટકાથી વધુની રાહત આપી છે જ્યારે ૨૦૨૨ સુધીમાં નવી ઇન્ડસ્ટ્રી નાખનારા ઉદ્યોગોને હવે ૩૧ ટકાને બદલે માત્ર ૧૫ ટકા કોર્પોરેટ ટેક્સ ભરવાનો રહેશે.

અમેરિકા ચાઇના ટ્રેડ વોરને કારણે ભારતમાં રોકાણ કરવાનું આકર્ષણ વધશે. જેથી ગુજરાતે તેના માટેની તમામ તૈયારીઓ કરી લીધી છે. અહીં આવતા ઉદ્યોગોને ઝડપથી તમામ પ્રકારની મંજૂરી મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. બીજીબાજુ આરબીઆઇ દ્વારા પણ રેપો રેટમાં ઘટાડો કરાતા બજારમાં લિક્વિડિટી વધી છે નાના લોકોને પણ ઓછા વ્યાજ દરે લોન મળી રહી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વની વાત એ કરી હતી કે એમ.એસ.એમ.ઈને એટલે કે નાના તથા લઘુ ઉદ્યોગોને એનપીએ કરવામાં નહીં આવે દેશભરમાં જીડીપીની ચર્ચા ચાલતી હોય છે પરંતુ ભારતે નાકે સિસ્ટમને જાળવી રાખી છે તેમજ રાજકીય ખાધમાં ઘણો ઘટાડો થયો છે. ભૂતકાળમાં આ ખાધ ૮ ટકાની આસપાસ હતી જે હવે અઢીથી ત્રણ ટકાની વચ્ચે આવી ગઈ છે.

ભારતની ઈકોનોમી આગામી સમયમાં ૫ ટ્રિલિયન ડોલરની બની જશે જેના માટે સરકાર તમામ કાર્યવાહી કરશે એવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું ઘણા વર્ષો પછી કેન્દ્ર સરકારે આટલા મોટા નિર્ણય લીધા છે. જેના માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારામનને અભિનંદન આપું છું

મીડિયા દ્વારા પૂછાયેલા વિવિધ પ્રશ્નોના જવાબમાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે આજથી જ રોજગારી મેળા શરૂ થયા છે. જુદી બેંકો વચ્ચે હરીફાઈ ચાલતી હોય છે જેથી વ્યાજદરમાં બેન્કોને ઘટાડો કરવો જ પડે છે જેનો સીધો ફાયદો લોકોને મળે છે અને સસ્તી લોન ઉપલબ્ધ થાય છે.

તમામ બેન્કો આરબીઆઇની ગાઈડલાઈન મુજબ કામગીરી કરતી હોય છે. જો આરબીઆઇના નોર્મસનુ ઉલ્લંઘન કરે તો બેન્કનું લાયસન્સ પણ રદ થઈ જતું હોય છે.

અન્ય કેટલાક પ્રશ્નોના જવાબમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ભારતમાં જે રોકાણ થાય છે તેના ૪૦ ટકા રોકાણ તો માત્ર ગુજરાતમાં જ થાય છે. બીજી બાજુ આ સરકાર ઘણી જ ફ્લેક્સિબલ છે અને સમય આધારિત નિર્ણય કરે છે સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર સંવેદનશીલતા મુજબ સમય આધારિત નિર્ણય કરે છે અને સરકારને આવા નિર્ણય કરવાનો અધિકાર પણ છે.

જીએસટીની પેન્ટિંગ ચુકવણી ૩૦ દિવસમાં કરવામાં આવશે. કેન્દ્ર સરકારે ફુગાવો પણ ઘટાડયો છે. હાલમાં સરકારનું ફોકસ મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શન ઉદ્યોગો પર છે.

Previous articleનવલી નવરાત્રી માથે ત્યાં કિંજલ દવે ફરી કોપીરાઈટ ભંગના વિવાદમાં સપડાઈ
Next articleગુરુકુલ વિવિધલક્ષી હાઈસ્કુલની ફૂટબોલની ભાઈઓની ટીમજિલ્લા કક્ષાએ ચેમ્પિયન