ભાવનગર મહાનગર પાલિકાનું ર૦૧૮-૧૯નું ૩૭મું અંદાજપત્ર નવા કરવેરા નાખ્યા વગર કે કરવેરા વધાર્યા વગરનું પ્રજાલક્ષી અને વિકાસલક્ષી અંદાજપત્ર સ્ટેન્ડીંગ કમિટીએ ફકત ૧પ મિનિટમાં પાસ કરી દિધુ હતુ. સ્ટેન્ડીંગ કમિટી બેઠક ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યાના અધ્યક્ષ પદે મળેલ બેઠકમાં કમિ.કોઠારી, નાય.કમિ.ગોયાણીની હાજરીમાં રૂા.પ૦ કરોડ ઉપરાંતની પુરાંત દર્શાવતુ ૯૩૪ કરોડ ઉપરાંતનું બજેટ પાસ કરવામાં આવેલ આમ આજની બેઠકમાં મહાનગર સેવા સદન અને શિક્ષણ વિભાગનું બજેટ પાસ કરીને આ બજેટ સમગ્ર સભાની મંજુરી માટે મોકલી અપાયું હતુ.
ખાસ કરીને આ બજેટમાં નગરસેવકોને દર વર્ષે વોર્ડના વિકાસ કામો માટે રૂા.૭ લાખ અપાતા તેના બદલે હવે રૂા.૧૦ લાખ જેવીરકમ દેવાશે આમાં ત્રણ લાખનો વધારો આપ્યો છે.બજેટમાં પ્રજાકિય સુખાકારી વિકાસના કામોને પ્રાધાન્યતા અપાય છે. આ અંદાજપત્રમાં આવક જાવકના આંકડાઓ પણ રજુ થયા છે.
મળેલી આ બજેટ બેઠકમાં કમિટી સભ્યો હરેશ મકવાણા, કિશોર ગુરૂમુખાણી, રાજુભાઈ રાબડીયા, શિતલબેન પરમાર, દિવ્યાબેન વ્યાસ, ભારતિબેન બારૈયા અને બીનાબા રાયજાદા ઉપસ્થિત રહયા હતા.
સ્ટે.કમિ.બેઠકમાં સભ્યનો પ્રશ્ન ફગાવ્યો
મહાનગર સેવા સદન ખાતે સ્ટે.કમિટીની બજેટ બેઠક મળેલ આ બજેટ બેઠકમાં કમિટી સભ્ય હરેશ મકવાણાએ શિક્ષકો, આચાર્યો પાસેથી કામગીરી લેવાય છે. તેવા બે પ્રશ્નો પુછતા ચેરમેને એવુ જણાવી દિધુ કે અગાઉ સભ્યો સાથેની બેઠકમાં બજેટની ચર્ચા થઈ ત્યારે આ સવાલો પુછી લેવાતાને આમ કહીને પ્રશ્ન ફગાવ્યો હતો, જે મુદ્દો બેઠકમાં ચર્ચાનો બની રહયો હતો.