એક્સિડન્ટના ગુન્હામાં નાસ્તા-ફરતા આરોપીને ઝડપી લેતી પોલીસ

569

ભાવનગર, એલ.સી.બી. તથા એસ.ઓ.જી.સ્ટાફનાં માણસો મહુવા શહરે વિસ્તાનરમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયાને સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે,મહુવા પો.સ્ટે. ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી મંગાભાઇ પ્રભુભાઇ ગુજરીયા રહે.પ્રતાપરા, તા.તળાજા વાળો સફેદ કલરનો શર્ટ અને સિમેન્ટીયા કલરનુ પેન્ટ પહેરીને વાઘનગર ચોકડીયે ઉભેલ છે. તેવી હકીકત મળતા તુર્તજ ઉપરોક્ત બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા મહુવા વાઘનગર ચોકડી પાસે આવતા ઉપરોક્ત વર્ણનના કપડા પહેરેલ એક ઇસમ જોવામાં આવતા તેનુ નામઠામ પુછતા મંગાભાઇ પ્રભુભાઇ ગુજરીયા ઉ.વ.૫૧ ધંધો મજુરી રહે.પ્રતાપરા, તા.તળાજા વાળો હોવાનુ જણાવેલ વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરતા જે બાબતે મહુવા ે ગુન્હો નોધાયેલ હોય મજકુર ઇસમને આગળની કાર્યવાહી માટે મહુવા પો.સ્ટે. ભાવનગરને સોપી આપેલ છે.

Previous articleરાણપુરની નોમાન ગેસ એજન્સીનો જથ્થો સીઝ
Next articleસીટુ દ્વારા બંદર કામદારોના રોજગારી પ્રશ્ને સુત્રોચ્ચારો કરાયા