સેન્ટર ઓફ ઈન્ડિયન ટ્રેડ યુનિયન્સ – સીટુ સંકલીત ભાવનગર કામદાર સંઘ દ્વારા બંદર કામદારોની રોજગારી પ્રશ્ને બંદ અધિક્ષકની કચેરી સામે દેખાવો અને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં.
સીટુના આગેવાનો તથા બંદરના કામદારો રેલી સ્વ્રૃપે બંદર અધિક્ષકની કચેરીએ પહોંચ્યા હતાં. અને સુત્રોચ્ચાર તથા દેખાવો કરી કોન્ટ્રાકટર અને બંદરઅ ધિકારીઓની કામદાર વિરોધી નીતિનો વિરોધ કર્યો હતો. મંજુરી વગર રેલી અને દેખાવો કરવા બદલ પોલીસ તંત્ર દ્વારા આગેવાનો તથા કામદારોની અટકાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અરૂણભાઈ મહેતા, અશકોભાઈ સોમપુરા, રમેશભાઈ વાઘેલા સહિતના આગેવાનો તથા બંદર કામદારો મોટી સંખ્યામાં જોડાયા હતાં.