કુંભારવાડાના કોંગી નગરસેવકનો ધોળા દિવસ અપહરણ કરવાનો પ્રયાસ

571

ભાવનગરના કુંભારવાડા વોર્ડના કોંગ્રેસ પક્ષના નગરસેવકના અપહરણનો પ્રયાસ કરી અજાણ્યા શખ્સોએ હુમલો કરતા ઈજાગ્રસ્ત નગરસેવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.

ભાવનગરના કુંભારવાડા વોર્ડના કોંગ્રેસના નગરસેવક ઘનશ્યામભાઈ ચુડાસમા ગિરનાર સોસાયટી નજીક મોટર સાયકલ પર જઈ રહ્યા હતાં. ત્યારે રક્ષીામાં આવેલા ચાર અજાણ્યા શખ્સો તેમના અપહરનો પ્રયાસ કરી હુમલો કરતા ઘનશ્યામભાઈ ચાલતી  રીક્ષાએ કુદીને બહાર આવી ગયા હતાં. આ ઘટનાના પગલે લોકો એકઠા થઈ ગયા હતાં. અને ઈજાગ્રસ્ત ઘનશ્યામભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા હતાં. જેને લઈને કોર્પોરેશનના મેયર મનભા મોરી, વિરોધ પક્ષના નેતા જયદિપસિંહ ગોહિલ, નગરસેવક રહિમભાઈ કુરેશી, કોંગ્રેસના પ્રમુખ પ્રકાશ વાઘાણી સહિતના પહોંચી ગયા હતાં.

આ બનાવ અંગે જાણ થતા કોંગ્રેસના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતાં. નગરસેવક પર હુમલાની ઘટના અંગે બોરતળવા પોલીસે તપાસ હાથ ધરી છે.

Previous articleભાવનગર કાળાનાળા વિસ્તારમાં આવેલ કોમ્પલેક્ષમાં આગની ઘટના અંગે મોકડ્રીલ
Next articleઅકવાડા ગામથી રૂા. ર.૪૩ લાખના મુદ્દામાલ સાથે ર૦ શકુનીઓે ઝડપાયા