વિધાનસભાના દ્વારેથી

1136
gandhi2622018-8.jpg

કુટિર ઉદ્યોગ માટે ભલામણ કરવા છતા ગરીબોને લોન મળતી નથીઃ નિરવ-માલ્યાને મળી જાય છે 
દાહોદ ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એ ઉદ્યોગ માટે ભલામણ કરી હોવા છતાં પણ બેંક દ્વારા ગરીબ આદીવાસીને લોન આપવામાં આવતી નથી જયારે નીરવ મોદી અને માલ્યાને સરળતાથી મળી જાય છે તે માટે તેના કારણો જણાવશો ? એવો પ્રશ્ન ઝાલોદના ધારાસભ્ય ભાવેશભાઈ કટારાએ ઉપસ્થિત કર્યો હતો. જેના જવાબમાં મંત્રીએ ૮૬૧ર અરજીઓ ઉદ્યોગ કેન્દ્રને મળેલ અને ૭પ૯૪ અરજીનો નિકાલ કરવામાં આવેલ તેવું માત્ર જણાવી જવાબ પુરો કર્યો હતો. ભાજપના સર્વે સંઘવીએ આ પ્રશ્ને હિરાઉદ્યોગની લોનોનો પ્રશ્ન પણ ઉપસ્થિત કર્યો હતો જેનો મંત્રીએ કોઈ જવાબ નહી આપવાનું ઉચિત માન્યું હતું. 
ભાવનગર જિલ્લામાં સરકારના કાર્યક્રમો માટે રૂ. ૧.૯૭ કરોડ એસટીને ચૂકવવા ૪૮ લાખથી વધુ બાકી 
ભાવનગર જિલ્લામાં જુદા જુદા સરકારી કાર્યક્રમોમાં કેટલી બસો ફાળવાઈ અને તે માટે કેટલા રૂપિયા ચૂકવાયા અને કેટલા રૂપિયા ચૂકવવાના બાકી છે તેવો પ્રશ્ન તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. જેના ઉત્તરમાં છેલ્લા બે વર્ષમાં કુલ ર૧ સરકારી કાર્યક્રમો માટે ૧૪૯૬ બસોની માંગણી કરાઈ હતી અને છેલ્લા બે વર્ષ માટે એસટી નિગમને રૂ. ૧ કરોડ ૯૭ લાખ ૮૯ હજાર ૬૬૭ ની રકમની ચૂકવણી કરાઈ હતી જયારે રૂ. ૪૮ લાખ ૯૪ હજાર ૭૧૪ રૂપિયા નિગમને ચૂકવવાના બાકી હોવાનું સરકાર દ્વારા સ્વિકારાયું હતું. 
વલ્લભીપુર ખાતે ખેત ઉત્પન્ન બજાર સમિતિ બનાવાશે : કામ પ્રાથમિક તબકકે 
વિધાનસભામાં ગઢડાના ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો.  કે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ખાતે ખેત ઉત્પન્ન બજાર સમિતિ શરૂ કરવાની કામગીરી કયા તબકકે છે અને કયારે પૂર્ણ કરવામાં આવશે. 
જવાબમાં સહકાર મંત્રીએ જણાવ્યું હતું કે આ ખેત ઉત્પાદન બજાર સમિતિનું કયા પ્રાથમિક તબકકે છે તથા જમીન ફાળવણી બાદ નિર્માણની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. તેમાં પ્રશ્ન ઉપસ્થ્ત થયો હતો કે બજારભાવને બદલે ઉદ્યોગોને ટોકન દરથી આપી દેવામાં આવે છે તે રીતે આ સમિતિ માટે જમીન આપવા માંગો છો ? જવાબદમાં મંત્રઅીે જત્રીના દસ ટકાના નિયમ મુજબ અપાય છે તેવું જણાવ્યું હતું. આ ઉપરાંત માર્કેટીંગ વોર્ડના આધૂનિકરણ માટે પણ સરકાર સહાય કરે છે. 
ભાવનગર જિલ્લામાં રૂ. ૪૮ ના ભાવે ર લાખથી વધુ લિટર તેલ વિતરણ 
વિધાનસભામાં પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા દ્વારા જિલ્લામાં રાહદરે ખાદ્યતેલના વિતરણનો પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો હતો કે કેટલા જથ્થાનું ખાદ્યતેલનું વિતરણ કરવામાં આવ્યું કયો ભાવ લેવામાં આવ્યો અને તે પાછળ સરકારે કેટલા રૂપિયાની સબસીડી ભોગવવાનો વારો આવ્યો. 
જવાબમાં નાગરિક પુરવઠા મંત્રીએ જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં રિફાઈન્ડ કપાસીયા તેલનું વિતરણ કરાયું હતું જેનો ભાવ રૂ. ૪૮ પ્રતિ લીટરના ભાવે કરાયું હતું તે મુજબ ર લાખ ૬૧ હજાર ૩૬૧ નંગ પાઉચનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેની પાછળ સરકારે રૂ. ૭૬ લાખ ૭૬ હજાર ૬૭૬ રૂપિયાની સબસીડી પેટે ભોગવ્યા હતા. 

Previous articleબાપુની વાડી ખાતે મસ્જીદ ધરાશાયી : ૨ના મોત : ૬ને ઈજા
Next articleહાર્દિક પટેલ, વસ્ત્રાપુરના પૂર્વ PSI સામે વોરંટ જારી કરાયું