વાપીના ટાઉનમાં આવેલી પાંચ માળની મહારાજા હોટેલમાં એક એક વેપારીએ પાંચમા માળથી કૂદીને આત્મહત્યા કરી છે. વેપારી એક કલાકથી ઈમારત પરથી નીચે કૂદવા માટે ઉભો હતો. ત્યારે વેપારીના નીચે કૂદવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. એક કલાક સુધી લોકોએ પોતાના મોબાઈલથી વેપારીની કૂદતા સમયથી ક્ષણોનો વીડિયો બનાવ્યો હતો. જોકે, વેપારી એક કલાકથી બિલ્ડીંગ પર ઉભો હતો અને આ અંગે ફાયર વિભાગને જાણ કરવા છતાં ફાયર વિભાગ સમયસર ન પહોંચ્યુ તે અંગે પણ લોકોએ રોષ વ્યક્ત કર્યો છે.જે વેપારીએ હોટલ પરથી નીચે ઝંપલાવ્યું છે, તે એ જ હોટલમાં રહેતો હતો. જોકે, વેપારીએ કયા કારણોસર આત્મહત્યા કરી છે તે અંગેનુ કારણ હજી જાણી શકાયું નથી. આ ઘટના વાપી ટાઉન પોલીસ મથક સામે બની હતી. પોલીસ મથકના સામે એપાર્ટમેન્ટ આવેલું છે, જેમાં આ હોટલ આવેલી છે. વેપારીની કૂદવાની ક્ષણો જોઈને સ્થાનિક લોકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.