તળાવમાં ન્હાવા પડેલા પાંચ લોકો ડૂબ્યા, પિતા-પુત્રનું મોત

458

ટંકારાના હડમતીયા ગામ નજીક તળાવમાં ન્હાવા પડેલા પાંચ લોકો ડૂબ્યા હતા. આથી ગામના લોકો દોડી આવી શોધખોળ હાથ ધરી હતી. બાદમાં હડમતીયા ગામમાં જ રહેતા પિતા-પુત્રનું મોત નીપજ્યાનું જાણવા મળ્યું છે. જ્યારે ૨ લોકોને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે બપોરે હડમતીયા ગામે આવેલા તળાવમાં પાંચ લોકો ગરમીના લીધે ન્હાવા પડ્યા હતા. જેમાં મૂળ હડમતીયાના અને હાલ અમદાવાદ રહેતા તેમજ પાલનપીરનો મેળો કરવા આવેલા રાહુલ જગદિશભાઈ સોલંકી ઉ.વ.(૨૭) અને તેના પુત્ર આરવ રાહુલભાઈ સોલંકી (ઉ.૫) સહિત મેહુલ દિનેશભાઇ (ઉ.૧૮), નિર્મલ રમેશભાઈ (ઉ.૨૦) અને એક અજાણી વ્યક્તિ સહિત પાંચ લોકો ન્હાવા પડ્યા હતા.

તળાવમાં ઊંડા પાણીમાં ગરક થઈ જતાં રાહુલભાઈ અને તેના પાંચ વર્ષના પુત્ર આરવનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવાનો દિનેશ અને નિર્મલને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા. જેમને બેભાન હાલતમાં સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. અને અન્ય એક અજાણી વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે. જેમાં ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleમંદીના કારણે ૪ પ્લાન્ટ બંધ, ૫૦૦૦થી વધુ લોકો બેરોજગાર બન્યા
Next articleઆધેડ સાથે ઝપાઝપી કરનાર ટ્રાફિક વૉર્ડન ૩૦ દિવસ માટે સસ્પેન્ડ