નકલી પોલીસ બની રૂ. ૭૦૦૦ની માંગણી કરતા બે આરોપીની ધરપકડ

438

અમદાવાદમાં ફરી એક વખત નકલી પોલીસનો આતંક સામે આવ્યો છે. નરોડાના દાસ્તાન સર્કલ પાસે જાહેરમાં યુવક-યુવતી ઉભા હતા, તે દરમિયાન તેમની પાસેથી રૂપિયા પડાવવા નકલી પોલીસ બની ઉભેલા બે શખ્સોએ રૂપિયા ૭ હજારની માંગણી કરી હતી. જોકે આ બનાવ અંગેની વાત યુવકે પોતાના પિતાને કરતા નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી દીપક પટેલ અને દિવ્યરાજ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.

આરોપીએ યુવકને નિકોલ પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં લઈ ઊભો કરી દીધો હતો અને ‘સાહેબને મળીને આવું છું’ તેમ કહી સાત હજાર રૂપિયાની માગણી કરી હતી. જોકે યુવક પાસે રૂપિયા ન હોવાથી આ બંને નકલી પોલીસે ૩૫૦૦ રૂપિયા લેવા પણ તૈયારી બતાવી હતી. પરંતુ યુવક ઘરે રૂપિયા લેવા જતા સમગ્ર બનાવ અંગેની વાત ઘરે કરી હતી. ત્યાર બાદ તેના પિતાએ સાથ આપતા દીપ પટેલ અને દિવ્યરાજ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે બંન્નેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે અગાઉ પણ દાસ્તાન રોડ પર આવા અનેક બનાવો સામે આવ્યા છે, ત્યારે શું આ ગેંગનો અન્ય કોઈ ભોગ બન્યું છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleકેવડિયા ખાતે ૩૧ ઓક્ટોબરે પીએમની હાજરીમાં રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ યોજાશે
Next articleટ્રાફિકનાં નિયમનાં વિરોધમાં મહિલા કોંગ્રેસનો તપેલા પહેરી વિરોધ, ૮ની અટકાયત