ટ્રાફિકનાં નવા નિયમનાં વિરોધમાં મહિલા કોંગ્રેસ દ્વારા આરટીઓ કચેરી ખાતે અનોખો વિરોધ કરવામા આવ્યો હતો. પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિત મહિલાઓએ આરટીઓ કચેરીમાં હેલ્મેટના બદલે તપેલા પહેરી વિરોધ કર્યો છે. આ સાથે જ મહિલાઓએ સ્કુટર પર બાળકોને બેસાડી અને રસ્તા પર બેસીને વિરોધ કર્યો હતો. જેને લઈને પોલીસે ૮ મહિલા કાર્યકર્તાની અટકાયત કરી છે. મહત્વનું છે કે છેલ્લા થોડાક દિવસોથી ટ્રાફિકનાં નવા નિયમોનો લોકો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે મહિલા કોંગ્રેસે હેલ્મેટના બદલે તપેલા પહેરી વિરોધ નોંધાવ્યો છે.ઇન્ચાર્જ આરટીઓ પી.બી. લાઠીયાએ જણાવ્યું હતું કે, આરટીઓની અંદર વિરોધ નહોતો મને તો આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જે અમે જે તે વિભાગને ફોરવર્ડ કરી દઇએ છીએ. અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે. તે મુજબ અમે ફોરવર્ડ કરી દઇએ છીએ. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે નિર્ણય કર્યો છે કે, પોલીસ હેડ ક્વાર્ટરમાં હેલ્મેટ વગર નો એન્ટ્રીનો. હેડ ક્વાર્ટર રોડ પર કોઇ પણ વ્યક્તિને હેલ્મેટ વગર નો એન્ટ્રી આપવામાં આવશે. ટ્રાફિકના નવા નિયમ બાદ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નિર્ણય લેવાયો છે. હેલ્મેટ વગર કોઇ વ્યક્તિને પ્રવેશવાની પોલીસ અધિકારીઓએ મનાઇ ફરમાવી છે.