મોદી ફાધર ઓફ ઈન્ડિયા ન હોઈ શકે : ઓવૈસીનો ધડાકો

316

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફાધર ઓફ ઈન્ડિયા તરીકે ગણાવવાને લઈને અસાસુદ્દીન ઓવૈસીએ આજે નારાજગી વ્યક્ત કરી હતી. ઓવૈસીએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી દુર દુર સુધી ફાધર ઓફ ઈન્ડિયા નથી. ઓવૈસીએ એમ પણ કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ પણ જેમ તેમ નિવેદન કરી રહ્યા છે. વધારે ભણેલા વ્યક્તિ નથી. ડોનાલ્ડ ટ્રમ્પને ભારતના સંદર્ભમાં કોઈ પણ પ્રકારની માહિતી નથી. સાથે સાથે મહાત્મા ગાંધીની સંદર્ભમાં પણ તેમની પાસે કોઈ માહિતી નથી. ટ્રમ્પને દુનિયાના સંદર્ભમાં કોઈ વધારે માહિતી નથી. ઓવૈસીએ  કહ્યું હતું કે, ટ્રમ્પે મોદીને ફાધર ઓફ નેશન કહ્યું છે. ટ્રમ્પ અજ્ઞાનથી પિડિત છે. ગાંધી અને મોદીની સરખામણી થઈ શકે નહી. મોદી ક્યારે પણ ફાધર ઓફ નેશન હોઈ શકે નહીં. જો ટ્રમ્પને ભારતના સંદર્ભમાં માહિતી રહી હોત તો આ પ્રકારના નિવેદન કર્યા ન હોત. મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતાનું સન્માન એટલા માટે મળ્યું હતું કે, ગાંધી આને લઈને હકદાર હતા. લોકોએ તેમના કામને જોઈને તેમને આ સન્માન આપ્યું હતું. આ પ્રકારના સન્માન આપવામાં આવતા નથી હાંસલ કરવામાં આવે છે. પંડિત નહેરૂ અને સરદાર પટેલ પણ ભારતની રાજનીતિના શક્તિશાળી નેતા હતા પરંતુ તેમને પણ ક્યારે આ પ્રકારના સન્માન મળ્યા ન હતા.

ઓવૈસીએ હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં ઓવૈસીએ એક કાર્યક્રમમાં બોલતા કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીને એલ્વિસ પ્રેસ્લી કહી શકાય છે. પ્રેસ્લીના સંદર્ભમાં જે કઈ વાંચ્યુ છે તેનાથી જાણી શકાય છે કે તેઓ શાનદાર રીતે રજુઆત કરતા હતા. અમારા વડાપ્રધાન પણ શાનદાર ભાષણ આપે છે. ભીડ પણ જમાવે છે. ઓવૈસીએ કહ્યું હતું કે, ટ્રમ્પ ઈમરાન ખાન અને મોદીની સાથે ડબલ ગેમ રમી રહ્યા છે. તેમની ગેમની સમજવાની જરૂર છે. ઓવૈસીના ગંભીર પ્રકારના આક્ષેપોથી હોબાળો થયો છે.

Previous articleબેંક કૌભાંડમાં ૨૭મીએ ઈડી સમક્ષ પવાર ઉપસ્થિત રહેશે
Next articleભારતીય હવાઈ દળના એરબેઝ ઉપર ત્રાસવાદી હુમલાનો ખતરો