પાકિસ્તાની ત્રાસવાદી સંગઠન જેશે મોહમ્મદ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ પર હુમલા કરવા માટે ત્રાસવાદીઓની એક ખાસ ટુકડી તૈયાર કરી લેવામાં આવી છે. ગુપ્તચર સંસ્થાના સુત્રોઓ માહિતી આપતા કહ્યુ છે કે જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ બદલો લેવાના મુડમાં ત્રાસવાદીઓ દેખાઇ રહ્યા છે. આ ત્રાસવાદીઓ કોઇ મોટા હુમલાને અંજામ આપી શકે છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇના એક મેજર આ સનસનાટીપૂર્ણ હુમલા માટેની તૈયારીમાં જેશના ત્રાસવાદીઓ અને તેમના આકાઓની મદદ કરી રહ્યા છે.
વિદેશી ગુપ્તચર એજન્સીએ આ અંગેની માહિતી પુરી પાડી છે. વિદેશી સંસ્થાને જેશના પાકિસ્તાની ત્રાસવાદી શમશેર વાણી અને તેના આકા વચ્ચે થયેલી લેખિત વાતચીત અંગે માહિતી મળી છે. આ જ વિદેશી સંસ્થાએ આ માહિતી હવે ભારતની ગુપ્તચર સંસ્થાને આપવામાં આવી છે. વિદેશી સંસ્થા પાસેથી મળેલી માહિતીને નિહાળી લેવામાં આવ્યા બાદ ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે. જેમાં સપ્ટેમ્બર મહિનામાં એક મોટા ત્રાસવાદી હુમલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઇનપુટના આધાર પર જમ્મુ, અમૃતસર, પઠાણકોટ, જયપુર, ગાંધીનગર, કાનુપર અને લખનૌ સહિત કુલ ૩૦ અતિ સંવેદનશીલ શહેરોની પોલીસને એલર્ટ કરી દેવામાંઆવી છે. દોભાલે આર્મીના ઉરી કેમ્પ પર ત્રાસવાદી હુમલા બાદ પાકિસ્તાનની સરહદમાં ઘુસીને કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકર અને પુલવામામાં આત્મઘાતી હુમલા બાદ બાલાકોટમાં વાયુ સેનાના હુમલા માટેની યોજનામાં મોટી ભૂમિકા અદા કરી હતી. જેથી દોભાલ હાલમાં ત્રાસવાદીઓન હિટ લિસ્ટમાં છે. ભારતમાં જેશના લીડરો અને કુખ્યાત ત્રાસવાદીઓને શોધી શેોધીને મોતને ઘાટ ઉતારી દેવામા ંઆવી રહ્યા છે. આજ કારણ છે કે પાકિસ્તાન સ્થિત જેશના લીડરો બદલો લેવા માટેની યોજના બનાવી રહ્યા છે. બાલાકોટમાં જેશના સ્થળો પર ભારતીય સેનાએ ભીષણ હવાઇ હુમલા કર્યા હતા. જેથી તેની ઉંઘ હરામ થઇ ગઇ હતી. ઇન્ટેલિજન્સ સુત્રોએ માહિતી આપતા કહ્યુ હતુ કે પાંચમી ઓગષ્ટના દિવસે ભારત સરકારે આર્ટિકલ ૩૭૦ દુર કરવા માટેની જાહેરાત કરી હતી. જેથી ભારતની અગ્રણી હસ્તીઓ પર હુમલા કરવાની યોજના તૈયાર કરવામાં આવી હતી. જેશ દ્વારા પાંચમી ઓગષ્ટ બાદથી જ પોતાના આત્મઘાતી હુમલાખોરોને સરહદમાં ઘુસાડી દેવાના પ્રયાસો જારી રાખવામાં આવ્યા છે. જેશ દ્વારા પુલવામાં જેવા મોટા હુમલા કરવાની યોજના ધરાવે છે.