ગાંધીનગર સહિત જૈશ એ મહંમદની દેશના ૩૦ મોટા શહેરોમાં આતંકી હુમલાની ધમકી

454

આતંકી સંગઠન જૈશ એ મહંમદની દેશના ૩૦ મોટા શહેરોમાં આતંકી હુમલાની ધમકી આપી છે, જેમાં રાજ્યના પાટનગર ગાંધીનગરનો પણ સમાવેશ છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં થી સરકાર ચાલે છે. અહીં રાજકીય નેતાઓના નિવાસસ્થાન અને વિધાનસભા આવેલી છે. હાલમાં જ્યાં જે રીતે સુરક્ષા વ્યવસ્થા છે તે જ સુરક્ષા રાખવામાં આવી છે. હજી સુધી કોઈ સુરક્ષા વધારવામાં આવી નથી હુમલાની ધમકીને પગલે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, હજી સુધી આવા હુમલાની ધમકીની અમારી પાસે કોઈ માહિતી આવી નથી. આવા કોઈ ઇનપુટ અમને મળ્યા નથી.

Previous articleમોદી અને દોભાલ પર હુમલા માટે જેશની ટીમ તૈયાર કરાઇ
Next articleસારો વરસાદ આવનારા સમયમાં દેશના અર્થતંત્રને વેગ આપવામાં સહાયક બનશે : પરશોત્તમ રૂપાલા