દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ કાળા કારોબાર ની વિગતો મીડિયા માં પ્રસિદ્ધ થતા જ સફાઈ ઝુંબેશ અને કર્મચારી ઓ ની ચહલ પહલ થવા લાગી કયારેય કચેરી માં ન ડોકાતા પગાર માટે આવતા ગુલાટીબાજો એકાએક કાળુભાર પાણી પુરવઠા કચેરી માં દેખાવા લાગ્યા ભારે ગંદકી અને ઉપદ્રવ ને ઢાક પીછોડો અને સંપ ની સફાઈ કરતા જોવા મળ્યા હતા અખબારી અહેવાલ બાદ કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી માં આજે સવાર થી ચહલ પહલ આખો દિવસ રહી વર્ષો થી કચેરી માં ન પધારતા ગુલાટીબાજ કર્મી ઓ પણ કામ કરતા જોવા મળ્યા હતા એકાએક સંપ ની સફાઈ અને ઢાકો ઢુંબો કરવા લાગ્યા હતા દામનગર શહેર ની કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી માં પાણી શુદ્ધ કરવા ના નવ લાખ લીટર ના સંપ ની છત તૂટી ગયા ને એક વર્ષ કરતા વધુ સમય થવા છતાં સંપ ના તળિયે પડેલ કાટમાળ હટાવાયો નહોતો સંપ માં લીલી ચાદર બની ગયેલ શેવાળ મૃત પશુ ઓ અને ભારે ગંદકી સંપ માં થયેલ હતી તેથી દામનગર નગર પાલિકા એ શહેર ને આપતું પાણી વિતરણ બંધ કરી સંપ ની સફાઈ બાદ વિતરણ કરવા તાકીદ કરી હતી આવી ભયંજનક ગંદકી થી શહેરીજનો માં ભારે નારાજગી ઉભી થઇ અને પાણી પુરવઠા મંત્રી સુધી રજુઆત માટે મક્કમ બનતા કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી માં વર્ષો થી એક જ જગ્યા એ ફરજ બજાવતા ગુલાટીબાજ કર્મચારી ઓ ખાનગી બિઝનેશ માં રચ્યાં રહેવું ભારે અનિયમિતા ફરજ માં બેદરકારી રાખી સરકારી કચેરી ની અતિ કફોડી હાલત માટે જવાબદાર કોણ ? કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ના અમુક કર્મચારી ઓ દામનગર રહેતા નથી અન્ય શહેરી વિસ્તાર માં રહે છે આ અંગે મંત્રી સુધી રજુઆત થનાર હોવાથી કાયમી સીસી ટીવી કેમેરા કર્મચારી ઓ ની હાજરી માટે નિભાવતી સિસ્ટમ ની માંગ પણ કરાય રહી છે કાળુભાર પાણી પુરવઠા ની કચેરી ની હાલત જોઈ ને દિલ દ્રવી ઉઠે તેવી અસમ્ય બેદરકારી હજારો થેલી સિમેન્ટ પથ્થર બની જવી કિંમતી સમાન ગાયબ થવો પાણી પુરવઠા બોર્ડ ની દીવાલો ની લાખો ઈટો ગુમ ઉપરાંત પારાવાર ગંદકી ફરજમાં બેદરકારી સહિત ગેરીરીતી ઓ અંગે વિગતે અહેવાલ પ્રસિદ્ધ થતા જ કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી વર્ષો બાદ ચેતનવંતી બની હોવા નું સ્થાનિકો દ્વારા જાણવા મળેલ છે.