ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં આનંદબજારનો કાર્યક્રમ

947

ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ર૪/૦૯/ર૦૧૯ ને મંગળવારે આનંદબજાર નો કાર્યક્રમ યોજાતાં આદરણીય લાલજીભાઈ નાકરાણીએ ખુલ્લો મુકેલ. વિધાર્થીઓમાં રહેલી અખૂટ આંતરિક શકિત ખીલે તેવા શુભ હેતુથી આનંદબજારમાં સંસ્થાના તમામ કર્મવીરોના  માર્ગદર્શન નીચે વિધાર્થીઓ દ્વારા જુદા જુદા ખાણીપીણીના સ્ટોલ રાખવામાં આવેલ. આનંદ બજારમાં ગ્રામજનો, શ્રેષ્ઠીઓ, વાલીગણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિધાર્થીઓને પ્રોત્સાહિત કરેલ. જયારે  શાળાના  આચાર્ય વાઘજીભાઈ કરમટિયાના માર્ગદર્શન મુજબ કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાફગણે જહેમત ઉઠાવેલ.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleદામનગરમાં સ્ટેટના મુખ્ય માર્ગ પર બનેલ નાળાના બંને છેડા ફુટ કરતા વધુ બેસી ગયા