સિહોર માં ખુશીના માહોલ સાથે ઘણા વર્ષોબાદ તળાવ ઓવરફ્લો થયુછે શહેરીજનો પણ ગેલ માં આવી ગયાછે ત્યારે છલક સપાટીએ પહુચવા ઘણા દિવસથી થનગનાટ શરૂ હતો અંતે છલકાતા તંત્ર દ્વારા અગમચેતીના ભાગ રૂપે ગઇકાલે સાંજેજ નિચાણવાળા વિસ્તારોમાં નહિ જવા આદેશો છોડયા હતા અને છલક સપાટીએ પહુચેલ તળાવે આ વર્ષે કુદરત મહેરબાન થતા દરવાજા ઠેકી પાણીએ શહેરીજનો ને ખુશ કર્યા હતા ત્યારે મોડિરાત્રે લોકોના ટોળેટોળાં તળાવ ખાતે ઉમટી આ યાદગાર પળ ને પોતાના સેલફોન કે કેમેરામાં કંડારવા લાગ્યા હતા.આ તળાવ નહિ ભરવા દેવા અંગે વિપક્ષ તથા શાસક ના ૩ સભ્યો દ્વારા શાસક પક્ષના અમુક કોર્પોરેટરો તથા હોદ્દેદારો ની વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા કે આ તળાવ ના દરવાજા રીપેર કરવામા ભ્રષ્ટાચાર થયો છે પરંતુ આ બાબતે નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદી તથા વી.ડી.નકુમે આ આક્ષેપો પાયાવિહોણા હોવાનું સ્થળ પર જઈ સાબિત કરી બતાવ્યું હતું અને વિપક્ષ તથા અમુક કોર્પોરેટરો જનતાને ગેરમાર્ગે દોરી રહ્યાનુ જણાવ્યું હતું અને તળાવ નાદરેક દરવાજે ચાલીને જઇ તપાસ કરી હતી કે દરવાજા વાળો આક્ષેપ સચોછે કે ખોટો પરંતુ સ્થળપર જ જણાઈ આવ્યું હતું કે કોઈ ભ્રષ્ટાચાર નથી પરંતુ દરવાજા ની અમુક તડો માંથી થોડું ઘણું પાણી વહી રહ્યુછે આમ હોદ્દેદારોએ પૂરતી ચકાસણી કરી હતી પરંતુ કુદરતનાં ઘેર અંધેર નહિ હે સાક્ષાત વરુણદેવ દ્વારા ઉપરવાસમાં ભારે વરસાદ વરસાવતા પુષ્કળ પ્રમાણમાં આવક થતા અંતે તળાવ છલકાયું હતું. તળાવ માં પૂરતું પાણી થવાથી આગામી દિવસોમાં પાણીની તંગી નહિ પડે અને એક વર્ષ ચાલે તેટલું પાણી ભરેલું છે બેડાયુદ્ધ,પાણીનો કકળાટ એક વર્ષમાટે ચોક્કસ ભૂતકાળ બની જશે.થોડા દિવસો પહેલા ગૌતમેશ્વર તળાવ ખાતે નવાનીર ના વધામણા કરવામાં આવ્યાં હતાં બાદ ઝડપથી તળાવ ભરાયું છે.