બ્લેક કોમેડી ફિલ્મમાં રિચા ચડ્ડા સેક્સ વર્કરના રોલમાં

793

તાજેતરમાં જ રજૂ કરવામાં આવેલી ફિલ્મ સેક્શન ૩૭૫માં પોતાની એક્ટિંગ કુશળતાના કારણે તમામને પ્રભાવિત કર્યા બાદ હવે રિચા ચડ્ડા નવી ફિલ્મમાં કામ કરી રહી છે. રિચા ચડ્ડાને વધુ એક પડકારરૂપ ભૂમિકા મળી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ હવે રિચા ચડ્ડા અનુભવ સિંહાની બ્લેક કોમેડી ફિલ્મમાં સેક્સ વર્કરની ભૂમિકા અદા કરી રહી છે. તેનુ કહેવુ છે કે તે હાલમાં તમામ પડકારરૂપ રોલ કરી રહી છે. તે પોતાના વ્યક્તિત્વના તમામ પાસા અંગે માહિતી મેળવી રહી છે. તે પોતાની આગામી ફિલ્મ અભી તો પાર્ટી શરૂ હુઇ એને લઇને તૈયાર છે. નિર્દેશક અનુભવ સિંહાની આ ફિલ્મ બ્લેક કોમેડી ફિલ્મ છે. જેમા ંરિચા ચડ્ડા કોમર્શિયલ સેક્સ વર્કરના રોલમાં દેખાશે. આ ફિલ્મના સંબંધમાં વાત કરતા રિચા ચડ્ડાએ કહ્યુ છે કે તે હવે દરેક પ્રકારના રોલ કરી રહી છે. તે આ પાર્ટ અનુભવ સિંહાની ફિલ્મ માટે કરી રહી છે. તે જે રોલ કરી રહી છે તે સોફ્ટી છે. તે વાતચીત દરમિયાન વ્યવસ્થિત બોલી શકતી નથી. રિચાનુ કહેવુ છે કે તેનુ આ બાબત જાણીને ખુશી થઇ છે કે સેક્શન ૩૭૫ બાદ તેની ફિલ્મમાં તેને લોકો એઐક જુદા જ અંદાજમાં જોનાર છે. તેનુ કહેવુ છે કે તેને સામાન્ય રીતે કોમેડી ફિલ્મો વધારે પસંદ છે. કોમેડી ફિલ્મ કરવાની બાબત કોઇ પણ કલાકાર માટે હમેંશા મુશ્કેલ હોય છે.  વિતેલા વર્ષોમાં પણ રિચા કેટલીક એવી ફિલ્મો કરી ચુકી છે  જેની ચર્ચા ચાહકોમાં રહી છે. તેની છાપ એક સેક્સી સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. જેના કારણે તેને આવી જ ફિલ્મોના રોલ વધારે મળી રહ્યા છે. રિચા હજુ સુધીની પોતાની બોલિવુડ કેરિયરને લઇને આશાવાદી છે. અનુભવ સિંહાની ફિલ્મના સંબંધમાં રિચા દ્વારા હજુ સુધી વધારે કોઇ વાત કરવામાં આવી નથી. તે આ મુદ્દે  ફિલ્મ સુધી મૌન રહેવા માટે ઇચ્છુક છે.

Previous articleકુકડ ગામેથી ઈંગ્લીશ દારૂના કન્ટેનર સાથે ચાર આરોપીઓ ઝડપાયા
Next articleદિશા પાટની રિતિક રોશન સાથે ફિલ્મને લઇને ઉત્સુક