ખુબસુરત તારા સુતરિયા અનીસ બાઝમીની ફિલ્મ આંખે-૨માં કામ કરવા માટે ખુબ ઇચ્છુક છે. તેની ઇચ્છા ફિલ્મને હાંસલ કરી લેવાની છે. તારા સુતરિયા હાલમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી રહી છે. જેમાં મિલાપ ઝવેરીની ફિલ્મ મરજાવામાં તે સિદ્ધાર્થ મલહોત્રા સાથે કામ કરી રહી છે. જ્યારે સાજિદ નડિયાદવાળાની ફિલ્મ આરએક્સ ૧૦૦ની રીમેક ફિલ્મમાં પણ તે નજરે પડનાર છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો તે આંખે ફિલ્મના બીજા ભાગમાં પણ કામ કરવા માટે ઇચ્છુક છે. પ્રથમ ફિલ્મમાં કામ કર્યા બાદ તેની પાસે અનેક સારી અને મોટા બજેટની ફિલ્મ આવી રહી છે. ખુબસુરત તારા સુતરિયાએ કરણ જોહરની ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ ફિલ્મ મારફતે તારા સુતરિયા જોરદાર એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તેની લોકપ્રિયતા વધી હતી. તેની પાસે આ ફિલ્મ બાદ નવી કેટલીક ફિલ્મો આવી ગઇ છે. તારા અંગે માહિતી ધરાવનાર લોકો જાણે છે કે તે સિંગિંગ ટેલેન્ટ પણ ધરાવે છે. તે હવે પ્લે બેક સિગિંગના ક્ષેત્રમાં પણ ભાગ્ય અજમાવવા માટે ઇચ્છુક છે.