બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસનની દિકરી રૂપા ગુરુનાથ તમિલનાડુ ક્રિકેટ એસોસિયેશનની અધ્યક્ષ બની છે. ગુરુવારે ચેન્નાઇના ચેપોક સ્ટેડિયમમાં ટીએનસીએની ૮૭મી વાર્ષિક સામાન્ય બેઠક દરમિયાન આ પદ માટે તેને પસંદ કરવામાં આવી હતી. તેની સામે અન્ય કોઈ ઉમેદવાર હાજર ન હતો. તે સાથે જ તે બીસીસીઆઈથી જોડાયેલા કોઈ પણ રાજ્ય સંગઠનમાં અધ્યક્ષ બનનાર દેશની પહેલી મહિલા બની છે. અધ્યક્ષ બન્યા પછી રૂપા હવેથી બીસીસીઆઈની બેઠકોમાં ટીએનસીએનું પ્રતિનિધિત્વ કરશે. પદ માટે અપ્લાઇ કરવાનો છેલ્લો દિવસ બુધવાર હતો અને છેલ્લે સુધી અન્ય કોઈ ઉમેદવારે આ પદ માટે અપ્લાઇ કર્યું ન હતું. રૂપ તમિલનાડુ ક્રિકેટ સંઘ માટે પસંદ થયેલ ક્રિકેટ સંઘની ૮૭મી અધ્યક્ષ બની છે.
રૂપ અને પિતા અને આઇપીએલ ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સના માલિક એન શ્રીનિવાસન ૨૦૦૨થી ૨૦૧૭ સુધી તમિલનાડુ ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ હતા. તેમણે ૨૦૧૭માં આ પદથી રાજીનામુ આપ્યું હતું. આ સિવાય તેઓ બીસીસીઆઈ અને આઈસીસીના પ્રમુખ રહ્યા હતા. રૂપા ૨૦૧૩માં આઇપીએલ સ્પોટ ફિક્સિંગમાં ફસાયા પછી લાઈફટાઈમ બેન ભોગવી રહ્યા ગુરુનાથ મય્યપનની પત્ની છે.