૩૧ ડિસેમ્બરે નિવૃત્ત થશે સેનાધ્યક્ષ જનરલ બિપીન રાવતઃ ત્રણ નામ રેસમાં

331

ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત ૩૧ ડિસેમ્બર રિટાયર્ડ થઈ રહ્યાં છે, જે અંતર્ગત તેમના ઉતરાધિકારીની નિમણૂંકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નવા સેનાધ્યક્ષની રેસમાં લેફટનન્ટ જનરલ એમએમ નરાવને, લેફટનન્ટ જનરલ રણવીર સિંહ અને લેફટનન્ટ જનરલ એસકે સૈનીના નામની ચર્ચા છે.વર્તમાન સેનાધ્યક્ષ રિટાયર્ડ થવાના હોય તેના ચાર-પાંચ મહિના પહેલા જ નવા સેનાધ્યક્ષની નિમણૂંકની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. નવા સેનાધ્યક્ષની નિમણૂંક માટે રક્ષા મંત્રાલયની દરમિયાનગીરી ઘણી જ ઓછી હોય છે. નવા સેનાધ્યક્ષની નિમણૂંકનો અંતિમ નિર્ણય વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી કેબિનેટની નિમણૂંક કમિટી કરે છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એક માત્ર આ કમિટીમાં સામેલ છે.પહેલા નવા સેનાઅધ્યક્ષની પસંદગીનું એલાન વર્તમાન સેનાઅધ્યક્ષ રિટાયર થવાના એક મહિના પહેલા અથવા તો ૪૫ દિવસ પહેલા થતી હતી. જોકે હવે આ ધારણા બદલાઈ ગઈ છે. નવા સેનાઅધ્યક્ષની નિયુક્તિને લઈને પ્રક્રિયા એ સમયે શુરૂ કરવામાં આવી છે જ્યારે વર્તમાન સેનાઅધ્યક્ષ બિપિન રાવત રિટાયર થવાના છે અને પાકિસ્તાનની સાથે ભારતનો તણાવ વધતો જઈ રહ્યો છે. જમ્મુ-કશ્મીરથી આર્ટીકલ ૩૭૦ હટાવ્યા બાદથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે અને સીમા પર સતત ફાયરિંગ કરી રહ્યું છે.ત્યાં જ રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે ભારતનું સુરક્ષાબળ સિમા પર પડકારનો સામનો કરવા માટે તૈયાર છે. પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી ઠેકાણાઓ ફરીથી સક્રિય થવાના સવાલ પર રાજનાથ સિંહે કહ્યું કે દેશના સુરક્ષાબળ સંપૂર્ણ રીતે તૈયાર છે. તે ચેન્નાઈમાં તટરક્ષક બળના પેટ્રોલિંગ જહાજ ‘વરાહ’ની લોન્ચિંગ પર પહોંચી ગયા હતા.

 

Previous articleડેરેન લિયૂને હરાવી ભારતીય શટલર કશ્યપનો કોરિયા ઓપનના ક્વાર્ટફાઇનલમાં પ્રવેશ
Next articleમેહુલ ચોકસી કૌભાંડી, ભારત પૂછપરછ માટે સ્વતંત્રઃ એન્ટિગુઆ વડાપ્રધાન