પ્રાંતિજમાં નગરપાલિકા દ્વારા શહેરમાં ગટરની સફાઈ કામગીરી ચાલી રહી છે. ત્યારે શહેરમાં ગટર સાફ કરવા ઉતરેલા એક રોજમદારનું ગુંગળાતા મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને પ્રાંતિજની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સ્થાનિકોએ ગટરમાંથી મજૂરોને બહાર કાઢ્યા હતા. નગરપાલિકાના પ્રમુખ સહિતના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા.