દહેગામમાં દબાણોનું ડિમોલીશન સામેત્રીમાં પણ ૩૦ દબાણો તોડાયા

1005
gandhi1132018-3.jpg

ગાંધીનગરનાં તાલુકા કક્ષાનાં શહેરો તથા મોટા ગામોમાં કાચા તથા પાકા દબાણોનો રાફડો ફાડ્‌યો છે. જેમાં દહેગામ તાલુકામાં સ્થિતી ગંભીર બની રહી છે. માર્ગો તથા સરકારી જગ્યાઓ દબાઇ રહ્યા છે. તાલુકા પંચાયત તથા શહેરનાં દબાણોને લઇને પાલિકામાં વ્યાપક ફરીયાદો થઇ રહી છે. ત્યારે શુક્રવારે પાલીકા દ્વારા દહેગામ શહેરમાં ડીમોલીશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જયારે ગુરૂવારે સામેત્રી ગામે ૩૦ જેટલા દબાણો હટાવ્યા હતા. 
દહેગામ તાલુકા પંચાયત તથા શહેરનાં દબાણોને લઇને પાલિકામાં વ્યાપક ફરીયાદો થઇ રહી છે. ત્યારે શુક્રવારે પાલીકા દ્વારા દહેગામ શહેરમાં ડીમોલીશન હાથ ધરવામાં આવ્યુ હતુ.દહેગામ તાલુકામાં દબાણો સામે શરૂ થયેલા દહેગામ શહેર નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા પંચાયત તંત્રની ડીમોલીશન કાર્યવાહી ફરીયાદો પ્રમાણે ચાલુ રાખવામાં આવે તો મહિનાઓનાં મહિનાઓ સુધી દબાણોની કામગીરી ચાલે તેમ છે. 
દહેગામમાં છેલ્લા ૬ શુક્રવારથી નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં મુખ્ય તથા આંતરીક માર્ગો પર દબાણોનાં કારણે નિર્માણ થયેલી ટ્રાફિકની ગંભીર સમસ્યાને નિવારવા પ્રયાસ થઇ રહ્યા છે. શુક્રવારે સરદા શોપીંગ સેન્ટર, પથિકાશ્રમ સામે કુમારશાળા રોડ, તાલુકા પંચાયત સામે જીઇબી કચેરી રોડ, અમદાવાદ રોડ તથા નહેરૂ ચોકડીવિસ્તારમાંથી લારી ગલ્લા, ઓઠલલા તથા દુકાનો આગળ બાંધેલા શેડનાં દબાણો હટાવાયા હતા. મોડાસા રોડ પર દેના ગુજરાત ગ્રામીણ બેન્ક આગળનો પતરાનો શેડ પરણ તોડી પડ્‌યો હતો અને શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં મળીને કુલ ૫૦ જેટલા દબાણો દુર કરવાયા હતા. જયારે ગુરૂવારે સામેત્રી ગામે પણ રખીયાલ રોડ પર જેસીબી ચલાવીને રસ્તા પર થયેલા કાચા-પાકા તથા નાના મોટા ૩૦ જેટલા દબાણો દુર કરવામાં આવ્યા હતા. તંત્રની ડીમોલીશન કામગીરીને લઇને દબાણકારો માં ફફડાટ ફેલાયો છે. 

Previous articleવેપારીઓ પર થયેલ હુમલાના વિરોધમાં માણસા જડબેસલાક બંધ
Next articleનાઈપરનો પદવીદાન સમારોહ યોજાયો : ત્રણ પીએચડી અને પ૪ એમએસ(ફાર્મા) ડીગ્રી એનાયત