સુરત જિલ્લાના કામરેજ પંચાયતમાં તલાટી-સરપંચની જુગલ જોડીનું કરોડોનું કૌભાંડ.!

484

ભ્રષ્ટાચાર મુક્ત કરવાની વાતો કરતી સરકારમાં નવા નવા ભ્રષ્ટાચાર થતા જોવા મળે છ. એક બાજુ ગુજરાતના મુખ્ય મંત્રી બુમો પાડી પાડીને કહે છે કે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત છે.અને કોઈ ભ્રષ્ટાચાર કરતો જોવા મળશે તો તેને કોઈ પણ ભોગે છોડવામાં નહીં આવે એને કાયદાનું ભાન કરાવવામાં આવશે.પરંતુ જેને ભ્રષ્ટાચાર કરવો જ છે તેને આ સરકાર પણ રોકી શકવામાં ક્યાંક નિષ્ફળ નીવડી હોય તેવું દેખાઈ રહ્યું છે.

સુરત જિલ્લાના કામરેજ ગામની વાત કરીએ તો કામરેજ વિસ્તરમાં ગેરકાયદેસર બાંધકામનો રાફળો ફાટી નીકળ્યો છે.કામરેજ ગ્રામ પંચાયતના ઉપ સરપંચે પ્રેસ કોંફરરન્સ કરી ગામના સરપંચ અને તલાટી ઉપર આક્ષેપ કર્યો છે કે કામરેજ ગામમાં જે નવા અને જૂના બાંધકામ થયા છે તે તમામ બાંધકામ ગેરકાયદેસર છે અને બાંધકામની પરમિશન પણ ખોટી રીતે આપી દેવામાં આવી છે.સુરતમા ૨૦૧૫ થી સુડા આવી ગયું હોવા છતાં સરપંચે અને તલાટીની મિલીભગતથી ગેરકાયદેસર બાંધકામની પરમિશન આપી દેવામાં આવી છે.અને લાખો રૂપિયાના વહીવટ કર્યા છે.ઉપસરપંચે જણાવ્યું કે પંચાયતની કમિટીની અંધારામાં રાખી આ કૌભાંડ આચરવામાં આવ્યું છે.કામરેજમા ઘણા બિલ્ડીંગો ગેરકાયદેસર બાંધી દેવામાં આવ્યા છે. અને બીજા બાંધકામનું કામ કાજ ચાલુ છે.ઉપસરપંચે જણાવ્યું કે મેં આગાઉ તાલુકા ઓફીસ તેમજ જિલ્લા ઓફીસ તેમજ ગાંધીનગર સુધી રજુઆત કરી છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

ત્યારે સવાલ એ છે કે એક બાજુ સરકાર ભ્રષ્ટાચાર મુક્ત કરવાની વાતો કરે છે તો કેમ કામરેજ વિસ્તારની આજ સુધી તપાસ કરવામાં આવી નથી..? કામરેજ વિસ્તરના સરપંચ અને તલાટી ઉપર કોઈ મોટા આશીર્વાદ છે..? કે પછી આ લોકોના હપ્તા ઉપર સુધી જાય છે..? ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સુરતના કામરેજમાં જે ગેરકાયદેસર બાંધકામ થયું છે તેની સરકાર તપાસ કરાવશે..? કે પછી છે એમને એમ જ રહશે..?

Previous articleડેન્ગ્યુથી કેદીનું મોત થતા આરોગ્ય વિભાગ જેલની મુલાકાતે, મચ્છરના લારવા દેખાયા
Next articleસ્થાનિકોએ સવારે વૃક્ષો વાવ્યા, બપોરે બિલ્ડરે પીંજરા સાથે ઉખેડી નાંખતા લોકોમાં રોષ