રાજ્યના મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલે સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણમાં રજુઆત કર્તા-નાગરિકો પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવી લોકપ્રશ્નોના ત્વરીત નિવારણ માટે તાકીદ કરી છે.
આજે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાના સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લોકહિતના પ્રશ્નોને તેઓએ સાંભળીને કહ્યું કે, સામાન્ય નાગરિક, ગરીબ, વંચિત નાગરિકોને પોતાની સમસ્યાની રજુઆત માટે સ્થાનિક સ્તરે જ નિવારણ આવે તેવું સૌ સંબંધિત અધિકારીઓએ દાયિત્વ નિભાવવું પડશે.મંત્રી સમક્ષ આજે જમીન, રસ્તા, ગંદકી, ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી એકટના ભંગ, ગંદકી, દબાણ સહિતના આઠ જેટલા પ્રશ્નોની રજુઆત નાગરિકોએ કરી હતી.
આ સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ અશ્વિનીકુમાર તથા સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.