નાઈપરનો પદવીદાન સમારોહ યોજાયો : ત્રણ પીએચડી અને પ૪ એમએસ(ફાર્મા) ડીગ્રી એનાયત

595
gandhi1132018-1.jpg

નાઈપર, અમદાવાદના ગાંધીનગર ખાતેના સંકુલમાં યોજાયેલા ૫મા પદવીદાન સમારંભમાં ૩ વિદ્યાર્થીને પીએચ. ડી અને ૫૪ વિદ્યાર્થીને એમ. એસ. (ફાર્મા) ડીગ્રી એનાયત કરાઈ છે. નાઈપર અમદાવાદ માંથી કુલ ૩૧૬ વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા છે અને હાલમાં ૧૪૧ વિદ્યાર્થી એમ. એસ. (ફાર્મા) ડીગ્રી માટે વિવિધ વિદ્યાશાખાઓમાં અભ્યાસ કરી રહ્યા છે. કુલ ૨૯ વિદ્યાર્થીઓએ પીએચ.ડીનો અભ્યાસ ચાલુ રાખ્યો છે અને ૨૦૧૧ની બેચમાંથી ૨ વિદ્યાર્થીઓએ તેમનો ડોકટરલ અભ્યાસક્રમ પૂરો કરી દીધો છે.
નાઈપરનું વિઝન ફાર્માસ્યુટિકલ અનેબાયોમેડિકલ સાયન્સીસના ક્ષેત્રે શિક્ષણ, સંશોધન, પ્રોફેશનલ તથા ઉદ્યોગ સાહસિકતાલક્ષી તાલીમમાં દેશ-વિદેશમાં માન્ય પ્રીમિયર સેન્ટર ઓફ એક્સેલન્સ બનવાનું છે.
પદવીદાન સમારંભના મુખ્ય મહેમાન આઈઆઈએસઈઆર, તિરૂપતિ ના ડિરેક્ટર ડો. કે. એન ગણેશે જણાવ્યું હતું કે ” ભારતમાં ૬૦૦થી વધુ યુનિવર્સિટીઓ અને ૩૦,૦૦૦થી વધુ કોલેજો હોવા છતાંહજુ પણ સક્ષમ શિક્ષણ મેળવવા ઈચ્છતા યુવાનોને પૂરતી અને ગુણવત્તાયુક્ત તાલીમ મળતી નથી આ ઉપરાંત કરોડોની સંખ્યાનો એમાં ઉમેરો થઈ રહ્યો છે. આ માટે જૂના અભ્યાસક્રમો, શિક્ષણની મર્યાદિતઅને નબળી માળખાગત સુવિધાઓ, કોલેજોના શિક્ષકોમાં સંશોધનની મર્યાદિત પ્રવૃત્તિ, તથા મર્યાદિત સ્ટાફને કારણે ટર્શિયરી શિક્ષણમાં નબળી ગુણવત્તા જોવા મળે છે.  દેશમાં નવી પેઢી દ્વારા આર્થિક વૃધ્ધિ હાંસલ થાય તે માટે આપણે વિજ્ઞાનના શિક્ષણ અને સંશોધન પર ભાર મૂકવાની જરૂર છે. આવા પરિવર્તન માટે  અંડર ગ્રેજ્યુએટ શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવાની જરૂર છે.” 
નાઈપર, અમદાવાદ આગામી દિવસોમાંવધુ મોટું અને વધુ બહેતર બનવા માટે પ્રયત્નશીલ છે. તાજેતરમાં નાઈપર, અમદાવાદે અમેરિકાની હાર્વર્ડ મેડિકલ સ્કૂલ, જ્હોન્સ હોપકિન્સ મેડિકલ  સ્કૂલ, એમઆઈટી, મિલર સ્કૂલ ઓફ મેડિસિન્સ, યુનિવર્સિટી ઓફ વોશીંગ્ટન અને આયર્લેન્ડની યુનિવર્સિટી ઓફગેલ્વે સાથે સંશોધન સહયોગ કર્યો છે.
નાઈપર, અમદાવાદના ડિરેકટર પ્રો. કિરણ કાલિયાએ જણાવ્યું હતું કે  “દેશ-વિદેશનાં પ્લેટફોર્મ સાથે ઈનોવેશન, રૂપાંતર અનેસહયોગનાસ્તંભો પર વિશ્વ સ્તરની સંસ્થાઓનું નિર્માણ થતું હોય છે. નાઈપર, અમદાવાદની મજલનો પ્રારંભ પર્ડમાં સીડીંગ ઈન્સ્ટિટ્યુટ તરીકે થયો હતો. એ વખતે તે મેન્ટર ઈન્સ્ટિટ્યુટ હતું. આજે આ તબક્કે હું અમારી સંસ્થાને વર્તમાન સ્વરૂપમાં આકાર આપવા બદલ નાઈપર, અમદાવાદ પરિવારના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર માનું છું.  અમે વર્ષ ૨૦૦૭ અને ૨૦૧૧માં ૩ સ્પેશ્યાલાઈઝેશન સાથે સંસ્થાની શરૂઆત કરી હતી. 
આજે તેની સંખ્યા વધીને ૭ થઈ છે, જેમાં બાયોટેકનોલોજી, નેચરલ પ્રોડકટસ, ફાર્માસ્યુટિક્સ, ફાર્માસ્યુટિકલ એનાલિસીસ, મેડિસિનલકેમિસ્ટ્રી, ફાર્મેકોલોજી અને ટોક્સીકોલોજી અને મેડિકલ ડિવાઈસિસનો સમાવેશ થાય છે.  અમે દેશના ફાર્માસ્યુટિકલ  હબ ગણાતા  અમદાવાદ શહેરમાં હોવા માટે  અમને નસીબદાર સમજીએ છીએ.” 

Previous articleદહેગામમાં દબાણોનું ડિમોલીશન સામેત્રીમાં પણ ૩૦ દબાણો તોડાયા
Next articleમીતીયાળા તપોવન ટેકરી ખાતે રામચરીત માનસ કથાનો પ્રારંભ