PMCમાંથી ખાતા ધારકો રોજ ૧૦૦૦૦ રૂપિયા ઉપાડી શકાશે

370

ભારતીય રિઝર્વ બેંકે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોર્પોરેશન બેંક (પીએમસી) બેંકના ખાતા ધારકોને મોટી રાહત આપી છે. કેન્દ્રીય બેંકે એક આદેશ જારી કરીને આજે કહ્યું હતું કે, ખાતા ધારકો હવે પોતાના ખાતામાંથી દરરોજ ૧૦૦૦૦ રૂપિયા ઉપાડી શકે છે જે પહેલા મર્યાદા ૧૦૦૦ રૂપિયાની રાખવામાં આવી હતી. આરબીઆઈએ એમ પણ કહ્યું છે કે, આ સુવિધા મળી ગયા બાદ બેંકના ૬૦ ટકાથી વધુ ખાતા ધારક બેંકમાં જમા પૂર્ણ રકમ ઉપાડવામાં સક્ષમ રહેશે. આરબીઆઈએ કહ્યું છે કે, ખાતાધારકો હવે પોતાના ખાતામાંથી દરરોજ ૧૦૦૦૦ રૂપિયા ઉપાડી શકે છે. આમા ૧૦૦૦ રૂપિયાની એ રકમ પણ સામેલ છે જે પહેલા ઉપાડી લેવામાં આવી હતી. પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ લિમિટેડ ભારતીય રિઝર્વ બેંક પાસેથી લેખિતરીતે પહેલાની મંજુરી વગર કોઇપણ પ્રકારની લોન મંજુર કરી શકશે નહીં. આ પહેલા ૨૩મી સપ્ટેમ્બરના દિવસે રિઝર્વ બેંકે એક નોટિફિકેશન જારી કરીને કહ્યું હતું કે, બેંકના લાયસન્સ રદ કરવામાં આવ્યા નથી. આરબીઆઈનું કહેવું છે કે, કેટલાક નિર્ણયો તેના માટે લાગૂ કરવામાં આવ્યા છે. પીએમસી બેંક પર આરબીઆઈ દ્વારા છ મહિના માટે પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યા બાદ લોકો વિરોધ પ્રદર્શન કરતા મેદાનમાં આવી ગયા છે.

એકબાજુ બેંકમાં રોકાણ કરી ચુકેલા સેંકડો લોકો નિરાશ દેખાઈ રહ્યા છે જ્યારે બેંકના કર્મચારીઓ પણ પરેશાન છે. પીએમસી બેંકના કર્મચારીઓએ આજે હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ગ્રુપના માલિકના ઘરની બહાર દેખાવો કર્યા હતા. આ ગ્રુપ બેંકમાં લોન ડિફોલ્ટર તરીકે છે. એચડીઆઈએલ કંપનીએ બેંકમાંથી આશરે ૨૫૦૦ કરોડ રૂપિયાની લોન લીધી હતી અને ચુકવણી કરી નથી. લોનને બેંકે આરબીઆઈની માર્ગદર્શિકા હોવા છતાં એનપીએમાં મુકી નથી. અત્રે નોંધનીય છે કે, સોશિયલ મિડિયા પર ફેલાયેલી અફવાને ફગાવી દઇને રીઝર્વ બેંકે ગઇકાલે કહ્યુ હતુ કે કોઇ પણ વાણિજ્ય બેંકોને બંધ કરવામાં આવનાર નથી. નવ વાણિજ્ય બેંકો બંધ થવા જઇ રહી છે તેવા મિડિયા હેવાલ આધારવગરના હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સોશિયલ મિડિયા પર હેવાલ ફરતા થયા બાદ નાણાં સચિવ રાજીવ કુમારે આ પ્રકારના સોશિયલ મિડિયા પરના સંદેશાઓને ગેરમાર્ગે દોરનાર તરીકે ગણાવીને તેને ફગાવી દીધી હતી. તેમણે કહ્યુ હતુ કે સરકાર તેમનામાં મુડી ઠાલવીને જાહેર ક્ષેત્રની બેંકોને વધારે મજબુત કરવામાં આવનાર છે. એક નિવેદન જારી કરીને રીઝર્વ બેંકે કહ્યુ છે કે ચોક્કસ વાણિજ્ય બેંકોને બંધ કરવાની દિશામાં આરબીઆઇ આગળ વધી રહી છે તેવા હેવાલ બિલકુલ ખોટા છે. ખાતાધારકો માટે હાલમાં દરરોજ ૧૦૦૦ રૂપિયા ઉપાડવાની વાત કરવામાં આવ્યા બાદથી અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી પરંતુ હવે સ્થિતિને સામાન્ય કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. ૩૫ વર્ષ જુની બેંકને કેટલાક ખાતાઓના કારણે આ મુજબની તકલીફ આવી છે.

Previous articleહની ટ્રેપ : આઠ પૂર્વ પ્રધાન,૧૨ ટોપ અધિકારી ભારે મુશ્કેલીમાં
Next article૧૮મી બાદ સુનાવણી માટે એક દિવસ પણ મળશે નહીં