અયોધ્યા કેસની સુનાવણી કરી રહેલા સુપ્રીમ કોર્ટે આજે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, આ મામલામાં ૧૮મી ઓક્ટોબર બાદ પક્ષકારોને રજૂઆત કરવા માટે એક દિવસ પણ વધારાનો મળશે નહીં. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, સુનાવણી પૂર્ણ કરવા માટે મહેતલને વધારવામાં આવશે નહીં. હજુ સુધી ૩૧ દિવસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઇ ચુકી છે. હિન્દુ પક્ષકારોએ પોતાની દલીલો કરી દીધી છે. મુસ્લિમ પક્ષકારોની દલીલો જારી છે. ૩૧માં દિવસે આજે સુનાવણી જારી રહી હતી. કોર્ટે કહ્યું છે કે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ૧૭મી નવેમ્બરના દિવસે નિવૃત્ત થઇ રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસના મામલામાં આજે ૩૨મા દિવસે સુનાવણી જારી રહી હતી. તમામ પક્ષકારોને મહેતલની યાદ આજે અપાવી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વવાળા પાંચ જજની બંધારણીય બેંચે કહ્યું છે કે, જો ૧૮મી ઓક્ટોબર સુધી દલીલો પૂર્ણ થઇ જાય છે તો ચાર સપ્તાહમાં ચુકાદો આપવાની બાબત કોઇ કરિશ્માથી કમ રહેશે નહીં. ચીફ જસ્ટિસ ગોગોઈ ૧૭મી નવેમ્બરના દિવસે નિવૃત્ત થઇ રહ્યા છે. ચીફ જસ્ટિસે સુનાવણી દરમિયાન બંને પક્ષોને કહ્યું હતું કે, આજનો દિવસ ગણીને અમારી પાસે ૧૦ દિવસ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે ચેતવણી આપતા કહ્યું છે કે, જો ૧૮મી ઓક્ટોબર સુધી સુનાવણી પૂર્ણ થશે નહીં તો ચુકાદો આવવાની આશા ઓછી થઇ જશે. બંધારણીય બેંચે પહેલાથી જ મુસ્લિમ પક્ષકારો અને હિન્દુ પક્ષકારો માટે સમય મર્યાદા નક્કી કરી દીધી છે. કોર્ટના કહેવા મુજબ મોટાભાગની દલીલો ચોથી ઓક્ટોબર સુધી પૂર્ણ થઇ જશે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં દશેરાની રજા આવી જશે. કોર્ટ ૧૪મી ઓક્ટોબરે ફરી ખુલશે. આ રીતે કોર્ટ માટે સુનાવણી માટે ૧૮મી ઓક્ટોબર સુધી બીજા પાંચ દિવસનો સમય રહેશે.
સીજેઆઈ દ્વારા તમામ પક્ષોને પ્રશ્ન કર્યો છે કે હવે વધુ કેટલો સમય લાગનાર છે. સુપ્રીમ કોર્ટમાં તર્કદાર દલીલોનો દોર જારી રહ્યો છે. બીજી બાજુ એએસઆઈના અહેવાલ પર પ્રશ્નો ઉભા કરવાને લઇને મુસ્લિમ પક્ષે આજે માફી માંગી હતી. મુસ્લિમ પક્ષે જોરદાર વળાંક લઇને માફી માંગી હતી. મિનાક્ષી અરોરાએ કહ્યું હતું કે, એએસઆઈના દરેક ચેપ્ટર પર લેખકનો ઉલ્લેખ છે પરંતુ તેમના સારાંશમાં કોઇ લેખકનો ઉલ્લેખ નથી. રામજન્મભૂમિ વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં એએસઆઈના રિપોર્ટ પર પ્રશ્નો ઉઠાવી દીધા બાદ આજે મુસ્લિમ પક્ષે પોતાનું વલણ બદલી નાંખ્યું હતું અને અગાઉ પ્રશ્નો કરવા બદલ માફી માંગી હતી. મામલાની સુનાવણી કરી રહેલી પાંચ જજની બંધારણી બેંચ સમક્ષ મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને સર્વે વિભાગના રિપોર્ટ ઉપર પ્રશ્નો ઉઠાવવાને લઇને માફી માંગી હતી. ધવને કહ્યું હતું કે, તેઓ એએસઆઈના રિપોર્ટ પર પ્રમાણિકતાને લઇને કોઇ પ્રશ્ન કરવા માંગતા નથી. બીજી બાજુ સીજેઆઈએ આજે તમામ પક્ષકારોને મામલામાં કેટલો સમય લેનાર છે તેવો પ્રશ્ન કર્યો હતો. મિનાક્ષી અરોરાએ મુસ્લિમ પક્ષ તરફથી આજે દલીલો પૂર્ણ કરી લીધી હતી. હિન્દુ પક્ષકારોને ત્રણથી ચાર દિવસનો સમય લાગી શકે છે. સીજેઆઈએ મુસ્લિમ પક્ષકારોને પણ કેટલાક પ્રશ્ન કર્યા હતા. હિન્દુ પક્ષે કહ્યું છે કે, ૨૮મી સપ્ટેમ્બર અને પહેલી ઓક્ટોબરના દિવસે અમે રિજોઇન્ડર દાખલ કરીશું. રિજોઇન્ડર માટે બે દિવસ પુરતા રહેશે કે કેમ તેવો પ્રશ્ન હિન્દુ પક્ષને કરવામાં આવ્યો હતો. એએસઆઈ રિપોર્ટ પર કેટલીક બાબતો રજૂ કરવામાં આવી હતી.