મહારાષ્ટ્રના પુણે શહેરમાં અતિ ભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ છે. ચારેબાજુ જળબંબાકારની સ્થિતી સર્જાઇ ગઇ છે. પુણે શહેરમાં બુધવાર બાદથી જ ભારે વરસાદ થઇ રહ્યો છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે.
વાહનોને નુકસાન થયુ છે. ભારે વરસાદ જારી રહેવાના કારણે મોડી રાત્રે કટરાજ કેનાલની દીવાળ તુટી જતા છ લોકોના મોત થયા છે.બીજી બાજુ એક નાળામાં પાંચ લોકો ડુબી ગયા છે. જે પૈકી ત્રણના મૃતદેહો મળી આવ્યા છે. બીજી બાજુ અલગ અલગ ઘટનામાં હજુ સુધી કુલ ૧૪ લોકોના મોત થયા છે. એવી શંકા પ્રવર્તી રહી છે કે મોતનો આંકડો હજુ વધી શકે છે. સ્થિતીને ધ્યાનમાં લઇને એનડીઆરની ત્રણ ટીમો મોકલી દેવામાં આવી છે. જે બચાવ અને રાહત કામગીરીમાં લાગી ગઇ છે. કેટલાક તાલુકામાં સ્કુલો અને કોલેજોને આજે બંધ રાખવામાં આવી રહી છે. પુણેમાં મોનસુન જોરદાર રીતે સક્રિય છે. જેના કારણે ભારે વરસાદ થઇ રહ્યો છે. આની અસર આજે સવારે પણ જોવા મળી રહી છે. બુધવારે મોડી રાત્રે કટરાજ કેનાલની દિવાળ તુટી ગઇ હતી. જેના કારમે બે મહિલા અને એક બાળક સહિત છ લોકોના મોત થયા હતા. ખેડ શિવપુરની પાસે પાંચ લોકો એક નાલામાં પાણીનુ સ્તર વધી જવાના કારણે હાલત કફોડી બનેલી છે. વ્યાપક શોધખોળ બાદ ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. ગાડીઓને નુકસાન થયુ છે. કેટલાક રસ્તાને બંધ કરી દેવામાં આવ્યા છે. સ્થિતીને પહોંચી વળવા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. એનડીઆરએફની ટીમે કેટલાક લોકોને બચાવી લીધા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. સ્થિતીને સામાન્ય બનવામાં સમય લાગશે. મહાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદની સ્થિતિ વચ્ચે સૌથી કફોડી હાલત પુણેમાં થઇ છે. અનેક ગાડીઓ પાણીમાં ગરકાવ થઇ ગઇ છે. એવી શંકા છે કે, મોતનો આંકડો હજુ ખુબ ઉપર જઈ શકે છે. વિજળી અને પાણી પુરવઠો ઠપ થઇ ગયો છે. રેકોર્ડ વરસાદના લીધે જનજીવન પણ ખોરવાયું છે. પુણેમાં ભીષણ વરસાદના લીધે જિલ્લા કલેક્ટર નવલકિશોર રામે પુણે શહેર, બારામતી, ભોર અને હવેલી વિસ્તારમાં સ્કુલ કોલેજોને બંધ કરી દીધી છે. બારામતીમાં પણ તેની અસર જોવા મળી છે.