જાફરાબાદના મીતીયાળા ધર્મસ્થાન તપોવન ટેકરી જયા સાંકેતવાસી મહામંડળેશ્વર ૧૦૦૮ રાધવેન્દ્ર (તપસીબાપુ) દ્વારા નિર્માણ પામેલ લાખો રૂપિયાના ખર્ચે વિશાળ જયપુરના કાળા આરસ પહાણથી બનેલ હનુમાનજીના મંદિરનો પાટોત્સવના ભવ્ય પ્રસંગે રામચરીત માનસ કથા તા. ૯ થી ૧૭ સુધી તેમા તા. ૧૪ને બુધવારે રાત્રે લોક સાહિત્યકાર મેરાણભાઈ ગઢવીના કલાવૃંદ સાથે લોક ડાયરો સંતવાણી તેમજ આગામી તા.ર ૩ના રોજ શુક્રવારે ભવ્ય મંદિરનો પાટોત્સવ યોજાશે. જેમાં રામચરિત માનસ હાલ શરૂ હોય તેના પ્રખર વકત શાસ્ત્રી જનકભાઈ મહેતા રાજકોટ વાળા કથા રસપાન કરાવી રહ્યા છે. તેમજ તા. ર૩ના પાટોત્સવના આચાર્ય શાસ્ત્રી ભગીરથભાઈ જોષી જાફરાબાદ વાળા દ્વારા વેદીક વિધિથી થશે તેમજ રામચરિત માનસ કથા જ્ઞાનયજ્ઞની વિધિવત પુજા વિધીના આચાર્ય મયુરભાઈ પંડયા કરાવી રહ્યા છે. તેમજ દરરોજ રાત્રે કથા સ્થળે યજ્ઞશાળાના સાનિધ્યમાં રામધુન, ભજન-કિર્તનની જમાવટ રહેશે તેમજ રામચરિત માનસ જ્ઞાન યજ્ઞમાં મીતીયાળા ગામેથી પોથીયાત્રા બાદ રામજન્મોત્સવ, સીતારામ વિવાહ, કેવટપ્રસંગ, ભરત મીલાપ પાદુકા પુંજન, સુંદરકાંડ, રામેશ્વર પુંજન અને તા. ૧૮-૩ના રોજ દશાંશ હવન થશે આ તમામ આયોજનના મુખ્ય યજમાનોમાં હરજીભાઈ લક્ષમણભાઈ બારૈયા દાદુભાઈ ભગવાનભાઈ બરૈયા, જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ ભગવાનભાઈ બારૈયા, નાનજીભાઈ પીઠાભાઈ બારૈયા તેમજ છનાભાઈ કલ્યાણભાઈ બારૈયા વિધ પ્રસંગોનું મુખ્ય યજમાનપદનો લાભ લેશે.