મારામારીમાં સંડોવાયેલા રાણપુરના બગડના ઇસમને તડીપાર કરાયો

807

બોટાદ જિલ્લાના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા નાયબ પોલીસ અધિક્ષક રાજદિપસિંહ એન.નકુમ દ્વારા શરીર સંબંધી ગુન્હા કરવાની ટેવવાળા  ઇસમોને તડીપાર કરવાની આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.એમ.દિવાન તથા એ.એસ.આઇ. ઇન્દ્રજીતસિંહ મોરી, હેડ કોન્સ.સવજીભાઈ ખેર,નરેન્દ્રસિંહ પ્રભાતસિંહ, દશરથભાઇ કમેજળીયા, પો.કોન્સ. અનિરૂધ્ધસિંહ ચુડાસમા તથા કુલદીપસિંહ ગોહિલ દ્વારા રાણપુર તાલુકાના બગડ ગામે અવાર નવાર મારામારી ના ગુન્હા આચરતો સંજય ગોવિંદભાઇ વાઘેલા રહે.બગડ તા.રાણપુર  છેલ્લા ત્રણ વર્ષમાં અવાર નવાર મારામારી ના ગુન્હામાં સંડોવાયેલ હોય અને ગામડાઓમાં ભયનું વાતાવરણ ફેલાવતો હોય જેથી તેની તડીપાર દરખાસ્ત તૈયાર કરી સબ ડીવી.મેજી. બરવાળા ને મોકલી આપતા  મ્હે.સબ ડીવી.મેજી. બરવાળા એ તડીપાર દરખાસ્ત મંજુર કરી સંજય ગોવિંદભાઇ વાઘેલા રહે.બગડ તા.રાણપુર ને બોટાદ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ ગ્રામ્ય અને રાજકોટ જીલ્લાની હદબહાર કરવાનો હુકમ કરતા રાણપુર પોલીસે તેની તાત્કાલીક બજવણી કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Previous articleધોલેરા તાલુકા ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા
Next articleગારિયાધાર ખાતે પંડિત દિન દયાળ જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો