ગારિયધાર ખાતે પંડિત દિન દયાલજીના જન્મદિવસ નિમિત્તે ગારિયાધાર શહેર-તાલુકા ભાજપના કાર્યકર્તા દ્વારા મહાનુભાવોની પ્રતિમાની સાફસફાઈ કરી ફુલહાર કરી અને મુક્તિધામની સફાઈ કરી સ્વછતાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ગારિયધાર શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો તથા સેલ મોરચાના હોદ્દેદારો તથા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.