ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજનો ફિએસ્ટા-ર૦૧૯ના બેનર હેઠળ આજથી યુથ ફસ્ટીવલનો પ્રારંભ થયેલ. જેનનો ઉદ્દઘાટન સમારોહ આજે સવારે પ્રદેશમંત્રીમહેશભાઈ કસવાલા, શિક્ષણવિદ્ ધીરેનભાઈ સુતરીયા, અલ્પેશભાઈ પટેલ, ધીરેનભાઈ મહેતા, ભરતસિંહ ગોહિલ, રવિન્દ્રસિંહ સરવૈયા સહિતની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કોલેજની સ્થાપનાને ૧૦ વર્ષ પૂર્ણ થતા હોય નવદુર્ગાની થીપ સાથે મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. યુથ ફેસ્ટીવલમાં બહેનોની વિવીધ ૫૧ સ્પર્ધા યોજાશે. જેમાં ૨૦૦૦ વિદ્યાર્થીનીઓ પોતાની કલાના ઓજસ પાથરશે. ઉદ્ઘાટન સમારોહવાદ તુરંત જ રંગોળી, ચિત્ર, લોકગીત સહિતની સ્પર્ધાઓનો પ્રારંભ થયો હતો. આ ઉપરાંત યુથ ફેસ્ટીવલ સાથે કુડ ફેસ્ટીવલનું પણ કોલેજનાં પટાંગણમાં આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૪૦ જેટલા ખાણીપીણીનનાં સ્ટોલ બનાવવામાં આવ્યા છે. આજનનાં ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રીતો, શુભેચ્છકો તેમજ કોલેજનો બહેનો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.