વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ સિહોર ખાતે સ્વામી વિવેકાનંદ નાં જીવન-ચરિત્ર વિશે સેમીનાર યોજાયો. ”

508

સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ, સિહોર ખાતે તા-૨૬/૦૯/૧૯ને ગુરુવારનાં રોજ શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદનાં જીવન-ચરિત્ર વિશે એક સેમીનારનું આયોજન થયું હતું. જેમાં ધોરણ – ૧૧,૧૨ (આટ્‌ર્સ/કોમર્સ) નાં વિદ્યાર્થીઓને શ્રી રામકૃષ્ણ આશ્રમ નાં વક્તા કૌશિકભાઇ ગોસ્વામી દ્વારા સ્વામી વિવેકાનંદનાં આદર્શ વિચારો  જેવા કે “માનવસેવા એ જ પ્રભુસેવા”,  “હિંમતવાન થાઓ, તાકાતવાન થાઓ અને સમજો કે તમારા નસીબના ઘડનારા તમે પોતે જ છો.”, “આત્મશ્રદ્ધા જ માનવને નરમાંથી સિંહમર્દ બનાવે છે.” તેમજ “પવિત્રતા એ સૌથી મોટી શક્તિ છે”; તમામ વસ્તુઓ એનાથી ડરે છે. વગેરે જેવાં વિચારોથી વિદ્યાર્થીઓને સાહસિક, સંસ્કારી તેમજ આત્મવિશ્વાસુ બનવાની પ્રેરણા તેમજ સ્વામી વિવેકાનંદનાં જીવનમાં આચરેલ સનાતન હિંદુ ધર્મનાં આદર્શો અને વિચારોની જાણકારી આપવામાં આવી હતી.

Previous articleઘોઘા કસ્બા મુસ્લિમ ખલાસી જમાતની ભાવનગર મુકામે કમિટિ દ્વારા સ્નેહમિલન, શિક્ષણ માર્ગદર્શન શિબિર યોજાયો
Next articleશનિવારી અમાસના દિવસે પિતૃદોષ તથા પનોતીનું નિવારણ