જ્ઞાનમંદિર શૈક્ષણિક સંકુલ પીથલપુરમાં મહાત્મા ગાંધીજની ૧પ૦ જન્મ જયંતિ નિમિત્તે શાળા કક્ષાએ વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચિત્રા સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, કાવ્ય લેખનસ્પર્ધા તથા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. શાળાના આચાર્ય રામભાઈ જેઠવાના માર્ગદર્શન નીચે વિવિધ વિષયોના નિષ્ણાંતો દ્વારા આ સ્પર્ધાનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં ચિત્ર સ્પર્ધામાં જાણીતા પેઈન્ટર અજયભાઈ મારૂ, કાવ્ય લેખન સ્પર્ધામાં આર.સી.એ. શાહ- બોટાદ સ્કુલના વરિષ્ઠ શિક્ષક કે.કે.પરમાર તથા વકતૃત્વ સ્પર્ધા અને નિબંધ લેખન સ્પર્ધામાં રામભાઈ જેઠવા દ્વારા મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. બધી જ સ્પર્ધાઓમાં બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ઉમંગ-ઉત્સાહ ભેર ભાગીદાર બન્યા હતાં.