બોટાદમાં ર૬.૬૧ લાખના ઈંગ્લીશ દારૂનો રોલર ફેરવી નાશ કરાયો

579

બોટાદ જીલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન તથા ઢસા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ-બિયરની કુલ બોટલ નંગ-૧૮,૧૧૭ કિં.રૂા.૨૬,૬૧,૧૯૦/- ના જથ્થા ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવેલ. બોટાદ જીલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનમાં અગાઉ કુલ-૨૨ ગુન્હામાં પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ-બિયરની બોટલ નંગ-૩૧૫૫ કિં.રૂા.૮,૦૯,૭૫૦/- તથા ઢસા પોલીસ સ્ટેશનમાં અગાઉ કુલ-૦૯ ગુન્હામાં પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ-બિયરની બોટલ નંગ-૧૪,૯૬૨ કિં.રૂા. ૧૮,૫૧,૪૪૦/- મળી બન્ને પોલીસ સ્ટેશનમાં પકડાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થાનો નાશ કરવાનો નામદાર ગઢડા કોર્ટનો હુકમ થઇ આવતા આજરોજ તા.૨૬/૦૯/૨૦૧૯ ના રોજ ગઢડા-ઢસા રોડ ઉપર, રણીયાળા ગામ પાસે,સરકારી પડતર ધારમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાજદિપસિંહ નકુમ સાહેબ તથા પ્રાંત અધિકારીશ્રી મકવાણા સાહેબ તથા નશાબંધી અધિકારીશ્રી જયસ્વાલ સાહેબ તથા ગઢડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી આર.કે.પ્રજાપતિ તથા ઢસા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર બી.એલ.રાવલ વિગેરે અધિકારીઓની હાજરીમાં બન્ને પોલીસ સ્ટેશનનો ભારતીય બનાવટના વિદેશી દારૂ-બિયરની કુલ બોટલ નંગ-૧૮,૧૧૭ કિં.રૂા.૨૬,૬૧,૧૯૦/- ના જથ્થા ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવેલ છે.

Previous articleબેરતળાવની પાણીની સપાટી ૩૯.ર ફુટે પહોંચી : દરવાજો લીકેજ થતાં તંત્રમાં દોડધામ
Next articleસીએમઆઈઆરના ૭૮ સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલ પ્રદર્શનમાં ૧૩૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો