દામનગર સવાણી પ્રાથમિક શાળા દામનગર પે સેન્ટર નં ૨ દ્વારા આયોજિત વિદ્યાર્થી વિદાય સમારોહ અને વાર્ષીકોત્સવની ભવ્ય ઉજવણી આઠ ધોરણ પૂર્ણ હજારોની સંખ્યામાં છાત્રો ને વિદાય આપતા શિક્ષકો વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓની એક એક કૃતિઓ નિહાળી આફરીન વાલીઓ શહેરીજનો તા૯/૩ની રાત્રે સવાણી પ્રાથમિક શાળામાં તાલુકા શિક્ષણાધિકારી અધેરા સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયેલ વિદ્યાર્થી વિદાય સમારોહમાં મુખ્ય મહેમાન સવાણી પરિવાર સહિત ગુજરાત ઉત્કર્ષ મંડળના પ્રમુખ રજનીકાંત મકવાણા બી આર સી કો ઓડિનેટર લાઠી અમરેલી જિલ્લા પ્રા શી શરાફી મં લીના આનંદભાઈ ભટ્ટ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંધના હિતેશભાઈ સોરઠીયા મંત્રી હરેશભાઇ રૂપાલા સહિત શહેરભરમાંથી સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓ નગરપાલિકા દામનગર પ્રમુખ સદસ્યો સહિત ખૂબ મોટી સંખ્યામાં શહેરી જનોની વિશાળ હાજરીમાં ભવ્ય રીતે વિદ્યાર્થી વિદાય અને વાર્ષીકોત્સવ ઉજવાયો હતો.