સીએસઆઈઆરના -૭૮ મા સ્થાપના દિવસ નિમિત્તે, ભાવનગર સ્થિત સંશોધન પ્રયોગશાળા સીએસએમ સીઆરઆઈ દ્વારા ૨૬ મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ જાહેર જનતા અને શાળાના વિદ્યાર્થીઓ માટે એક ખુલ્લો દિવસ માટે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ભાવનગર જિલ્લાની ૪૩ સરકારી શાળાઓ અને કોલેજોના ૧૩૦૦ જેટલા વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. તેઓએ સંસ્થામાં ચાલી રહેલી વિવિધ સંશોધન પ્રવૃત્તિઓને સમજવા માટે યુવા પીએચડી વિદ્વાનો અને પ્રયોગશાળાના વૈજ્ઞાનિકો સાથે નિકટવર્તી વાતચીત કરી હતી. વિદ્યાર્થીઓ ઉત્સાહમાં હતા અને ખૂબ જોમ સાથે નવી વિભાવનાઓ શીખવા માટે તૈયાર હતા. સંસ્થાના વરિષ્ઠ મોસ્ટ સાયન્ટિસ્ટ અને સમારંભના મુખ્ય સંયોજક ડો. કન્નન શ્રીનિવાસે જણાવ્યું હતું કે “આ વર્ષે અમારો મુખ્ય હેતુ ભાવનગર જિલ્લાની મ્યુનિસિપલ અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત શાળાઓને આમંત્રણ આપવાનો છે અને તેમણે વિજ્ઞાન પ્રતિ રુચિ કેળવાનો છે. અમે અમારી વૈજ્ઞાનિક તરીકે સામાજિક જવાબદારીને પરિપૂર્ણ કરવા અને યુવા, ગતિશીલ, વૈજ્ઞાનિક રૂપે પ્રજ્વલિત મગજનો આગામી લીગ તૈયાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ. ભાવનગરના સીએસએમસીઆરઆઈ ખાતેનું આ ખુલ્લું દિવસ પ્રદર્શન ભવ્ય સફળતા મળી હતી.