બ્યુટીક્વીન એશ્વર્યા ૯ વર્ષ બાદ ફરી તેલુગુ ફિલ્મમાં ચમકશે

509

બોલિવુડની સૌથી દેખાવડી અભિનેત્રી અને લગ્ન કર્યા બાદ ખુબ ઓછી ફિલ્મમાં કામ કરી રહેલી અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન નવ વર્ષના ગાળા બાદ ફરી એકવાર તેલુગુ ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. મણિરત્નમની ફિલ્મ ઇરુવર સાથે એશ્વર્યા રાય બચ્ચને પોતાની કેરિયર શરૂ કરી હતી. ત્યારબાદ ક્યારેય પાછળ વળીને જોયુ ન હતુ. તમામ લોકો જાણે છે કે તે વર્ષ ૨૦૧૦માં ફિલ્મ રોબોટમાં નજરે પડી હતી. એશે જે નિર્દેશકની સાથે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી તે જ નિર્દેશક સાથે ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. અહેવાલમા ંદાવો કરવામાં આવ્યો છે કે એશ હવે જાણીતા ફિલ્મ નિર્માતા મણિરત્નમ સાથે કામ કરવા જઇ રહી છે. મણિરત્નમની ફિલ્મ સાઇન કરી હોવાની માહિતી એશે પોત આપી છે. ફિલ્મ સાથે જોડાયેલા લોકોનુ કહેવુ છે કે આ ફિલ્મ એક કાલ્પનિક નવલકથા પર આધારિત છે. મણિરત્નમ લાંબા સમયથી આ ફિલ્મ માટે યોગ્ય અભિનેત્રીની શોધ કરી રહ્યા હતા. આખરે એશની પસંદગી કરી લેવામાં આવી છે. એમ કહેવામાં આવી રહ્યુછે કે ફિલ્મમાં એશ ડબલ રોલમાં રહેનાર છે. મુવીમાં તે માતા અને પુત્રીના રોલમાં નજરે પડનાર છે. ફિલ્મમાં મુખ્ય રોલ માટે અબિનેતા વિજય સેતુપતિ, વિક્રમ કર્થી, જયમ રવિ અને કિર્તી સુરેશ જેવા સ્ટારની પસંદગી કરવામાં આવી છે. એવુ પણ જાણવા મળ્યુ છે કે આ ફિલ્મ મોટા સ્તર પર બનાવવામાં આવી રહી છે એશે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત કર્યા બાદ મણિરત્નમ સાથે કેટલીક ફિલ્મોમાં કામ કરી રહી છે. ફિલ્મ કાલ્પનિક છે. તેલુગુ  ફિલ્મમાં બોલિવુડની કેટલીક ટોપ અભિનેત્રીઓ ભાગ્ય અજમાવી ચુકી છે. જેમાં એશ પણ સામેલ રહેલી છે.

Previous articleભાવ. યુનિ.માં આંતર કોલેજ રંગમોહન યુવા મહોત્સવનો પ્રારંભ
Next articleપ્રાચી દેસાઇને હાલમાં કોઇ જ ફિલ્મ મળી રહી નથી